હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજરોજ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે હું એક પક્ષનો સૈનિક છું, સૈનિક ને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે, ઘણા બધા વિચાર મંથન પછી મને આ જવાબદારી સોંપવામાં આવી છે, પક્ષના તમામ નેતાઓએ દિલ થી મને સમર્થન આપ્યું છે તે બદલ નેતાઓ , કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતીઓનો આભાર માનું છું, હવે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કામ કરવાનું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ આજરોજ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે હું એક પક્ષનો સૈનિક છું, સૈનિક ને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે, ઘણા બધા વિચાર મંથન પછી મને આ જવાબદારી સોંપવામાં આવી છે, પક્ષના તમામ નેતાઓએ દિલ થી મને સમર્થન આપ્યું છે તે બદલ નેતાઓ , કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતીઓનો આભાર માનું છું, હવે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કામ કરવાનું છે, કચ્છ અને ભાવનગરના મતદાતાઓએ દિલથી સહયોગ આપ્યો, હું ગુજરાતીઓનાં પ્રેમ અને આશીર્વાદ શુભ ચિંતકો ના કારણે અહીં સુધી પહોંચ્યો છું, તમામ ગુજરાતીઓને ખાતરી આપુ છું કે દિલથી આપની સેવા કરીશ.
હું નાની ઉમરમાં ધારાસભ્ય થયો, વૈચારિક મતભેદ હોય શકે, મારી આ લડાઇ એ છે કે ફરી ગુજરાતની પરંપરા પુનઃ સ્થાપના થાય, ગરીબ અમીર વચ્ચેનું અંતર ઓછું થાય તે માટેની લડાઇ રહેશે, ગુજરાતીઓનાં તમામ મુદ્દાઓ માટે મારી લડાઇ રહેશે, આપ સૌ ને આમંત્રણ આપું છું કે આવો આપણે સૌ ભેગા મળી ને લડાઇ લડીએ, તા. ૧૮ જુન, રવિવારે સવારે 10 વાગે ગાંધી આશ્રમમાં પુ. મહાત્મા ગાંધીજીને નમન કરી સાબરમતી આશ્રમ થી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજાશે અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નો પદભાર સંભાળશે, માધ્યમોની ટીકાત્મક વાતો પણ હું સકારાત્મક લઈ ને કામ કરતો રહીશ. કર્ણાટક ની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ, ચૂંટણીમાં કોઈ ના કોઈ મુદ્દે મતદારો ને ગુમરાહ કરવાનો પ્રયાસ થતો હોય છે, હવે આવનારી ચુંટણી પણ મુદ્દા આધારિત રહેશે. આજે આંતરાષ્ટ્રીય બજારમાં ગેસ સસ્તો થયો તો પણ રાંધણ ગેસ મોંઘો મળી શકે છે, યુવાનો માટે જે વ્યવસ્થા છત્તીસગઢ , રાજસ્થાન આપી શકે શું ગુજરાત ના આપી શકે?
ચૂંટણીમાં સકારાત્મક પોલિટિકસ સાથે કોંગ્રેસ આગળ વધશે. કોંગ્રેસના ઘરવાપસી જેને કરવી હોય એના માટે દરવાજા ખુલ્લા છે, કોઈ પણ શરત વિના. ખાલી વાતમાં નહિ હકીકતમાં જય જય ગરવી ગુજરાત થાય એવું કામ કરવું છે, જેમ ૧૯૯૨માં થયું હતું એવું કામ હવે કરવું છે. નક્કર વિકાસ કરવો જરૂરી છે કાગળ પર નહિ, સત્તા નો દૂર ઉપયોગ કરી ને પક્ષ પલટો કરાવવામાં આવે છે, આવું રાજકારણ આપણા ભારતમાં નહોતું, ખાસ કરીને ગુજરાતમાં પણ નહોતું, સાંસદ માં ફકત બે જ સભ્યો ભાજપના હતા, ધાર્યું હોત તો ભાજપ મુક્ત પાર્લામેંટ થયું હોત, હું કોઈ જૂથ નો નહિ પણ પાર્ટી નો માણસ છું, જૂથબંધી મારા માટે કોઈ પડકાર નથી, મને ભૂતકાળમાં અનેક પીઢ નેતાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, કોંગ્રેસ પક્ષમાં ભાજપ જેવું સરમુખત્યાર શાહી વલણ નથી,
UPA શાસનમાં જે કહ્યું હતું એ કર્યું, શિક્ષણ અધિકાર, મનરેગા, અન્નસુરક્ષા સહીત અનેક કાયદાઓ આદિવાસી તેમજ ગરીબો માટે કામ કર્યું, જો ભાજપને લાગતું હોય કે કોંગ્રેસે ભષ્ટ્રાચાર કર્યો હોય તો 9 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે તો જેલમાં નાખો, એકપણ નેતાઓને જેલમાં નાખી શકતા નથી, મોંઘવારી દૂર કરવાના સૂત્રો સાથે આવેલી ભાજપ સરકાર માં મોંઘવારી સતત વધી રહી છે, દરેક જગ્યાએ નિષ્ફળ ગયા પછી બીજા પર ઠીકરું ફોડવું યોગ્ય નથી, વૈમનસ્ય નહી પણ સદભાવ, પ્રેમનું અસ્મિતાનું રાજકારણ હતુ. ગુજરાત માં એવુ વાતાવરણ ઉભુ થાય કે વૈચારીક મતભેદ વાળો ગુજરાત ના હિત માટે સાથે ઉભો રહે, આ વાતાવરણ પુન સ્થાપિત કરવાનું છે. ફિક્સ પગાર,મહેનતકશ ખેડુત, નોકરી માટે ઇચ્છુક બેરોજગારનો સહકાર ઇચ્છુ છું. રાજકારણમાં ન હોય તેવા લોકો પણ સક્રિય થાય. કાર્યકરો જરૂરી સુચનો કરી શકે, શિક્ષણ વગેરે મુદ્દા કેમ ન હોઇ શકે ? સકારાત્મક એજન્ડા સાથે ચૂંટણી લડીશું. પક્ષ એક પરિવાર કોઇને કંઇ મળે કંઇ ના મળે. આવો કોઇ મુદ્દો હોય તો તેનો નિકાલ કરીએ.
ભાજપ લોભ લાલચ આપી કુળ પલટો કરાવે છે. પક્ષ ના તમામ કાર્યકરોને કોઇ જુથ વિના સાથે આગળ વધે તે ઉદ્દેશ સાથે આગળ વધીશું. જબરદસ્તી કોઇને લાવવા નથી. સવારે ભુલો પડેલો ઘરે આવે તો વાંધો નથી. બીન શરતી કાંગ્રેસમાં જોડાઇ શકે. કોગ્રેસના પુર્વ નેતાઓમાં પરિવારને કોગ્રેસમાં જોડાવા આહવાન છે. મારી આ લડાઈ એ છે કે ફરી ગુજરાતની પરંપરા પુન: સ્થાપના થાય, ગરીબ અમીર વચ્ચેનું અંતર ઓછુ થાય તે માટેની લડાઈ રહેશે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી