ICAI એ ગ્રામીણ વિકાસ કમિશનરેટ, ગુજરાત સાથે ગુજરાતના ગ્રામીણ વિકાસ એજન્સીઓની નાણાકીય સ્વાસ્થ્યમાં સુધારા માટે ભાગીદારી કરી
જાહેર અને સરકારી નાણાકીય વ્યવસ્થાપન (CPGFM) પરની સમિતિ દ્વારા ICAI એ વિવિધ ગ્રામીણ વિકાસ યોજનાઓ માટે એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ પર એક વ્યાપક તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. ખાસ કરીને ગુજરાતમાં ગ્રામીણ વિકાસ એજન્સીઓમાં કામ કરતા એકાઉન્ટિંગ સ્ટાફ માટે રચાયેલ છે.
જાહેર અને સરકારી નાણાકીય વ્યવસ્થાપન (CPGFM) પરની સમિતિ દ્વારા ICAI એ વિવિધ ગ્રામીણ વિકાસ યોજનાઓ માટે એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ" પર એક વ્યાપક તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. ખાસ કરીને ગુજરાતમાં ગ્રામીણ વિકાસ એજન્સીઓમાં કામ કરતા એકાઉન્ટિંગ સ્ટાફ માટે રચાયેલ છે. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં 700+ એકાઉન્ટિંગ ઓફિસરોને લાભ આપશે. આ કાર્યક્રમ સ્થાનિક ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે અને તે ગુજરાતના 7 ICAI કેન્દ્રોમાં હાથ ધરવામાં આવશે. પ્રથમ 4 બેચ અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન આદરણીય સુશ્રી મનીષા ચંદ્રા, IAS, કમિશનર અને
ગ્રામીણ વિકાસ સચિવ, ગુજરાત, CA અનિકેત તલાટી, ICAI ના પ્રમુખ; સી.એ. કેમિશા સોની, ચેરપર્સન, CPGFM ; સી.એ. પ્રસન્ના કુમાર, વાઇસ ચેરપર્સન, સીપીજીએફએમ ; CCM CA. પુરુષોત્તમ ખંડેલવાલ, સભ્ય, CPGFM સમિતિ; સી.એ. ડૉ. અંજલિ ચોક્સી, ચેરપર્સન, ICAI -અમદાવાદ અને CA. અભિનવ માલવિયા, સચિવ, ICAI-અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રશિક્ષણ કાર્યક્રમમાં બે દિવસની વ્યાપક વર્ગખંડ તાલીમનો સમાવેશ થાય છે જે 50 અધિકારીઓની નાની બેચમાં હાથ ધરવામાં આવે છે જેથી ક્રિયા-પ્રતિક્રિયાઓ અને અસરકારક વલણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે. ગ્રામીણ વિકાસ રાષ્ટ્રના એકંદર વિકાસ અને સમૃદ્ધિમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તે આવશ્યક છે કે આ ક્ષેત્રના એકાઉન્ટિંગ વ્યાવસાયિકો નવીનતમ સાધનો અને પ્રથાઓથી સજ્જ હોય.
સુશ્રી મનીષા ચંદ્રા, IAS, કમિશનર અને ગુજરાતના ગ્રામીણ વિકાસ સચિવ, આ કાર્યક્રમ માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાળ્યું કે “આ તાલીમ કાર્યક્રમ એકાઉન્ટિંગ સ્ટાફના કૌશલ્યો અને જ્ઞાનને વધારવાની દિશામાં એક પ્રશંસનીય પગલું છે, જે આખરે અસરકારક રીતે ફાળો આપશે. ગુજરાતમાં ગ્રામીણ વિકાસ યોજનાઓનું અમલીકરણ અને આવી પહેલ કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં સાચા ભાગીદાર બનવા માટે ICAIને અભિનંદનઆપ્યો. તેમને ઉલ્લેખ કર્યો કે આ
માત્ર શરૂઆત છે અને ICAI સાથે ઘણી વધુ પહેલની આશા રાખીયે છીએ.
ICAIના પ્રમુખસી.એ. અનિકેત તલાટીએ જણાળ્યું કે ICAI દેશની સરકારી સંસ્થાઓમાં ચાલુ હિસાબી અને નાણાકીય વ્યવસ્થાપન સુધારણામાં સામેલ છે. ICAI ને સમગ્ર ભારતમાં ફેલાયેલી 170 થી વધુ શાખાઓ છે અને તેના વ્યાવસાયિકો દ્વારા તેમના એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સ્ટાફની ક્ષમતા નિર્માણમાં સરકારને મદદ કરી શકે છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.