આઈસીસી, બીસીસીઆઈ, શિક્ષણ મંત્રાલય અને યુનિસેફે ‘CRIIIO 4 GOOD’ પહેલ લોન્ચ કરી
જાણીતી ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે CRIIIO 4 GOOD મોડ્યુલનું અનાવરણ કર્યું. યુવા પ્રેક્ષકોમાં ક્રિકેટની લોકપ્રિયતા અને ભાવનાત્મક જોડાણનો ઉપયોગ કરીને, બાળકો અને યુવાનોને મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો અને જાતિય સમાનતાના મહત્વને શીખવવાના હેતુથી આઠ ઓનલાઇન લર્નિંગ મોડ્યુલ બહાર પાડવામાં આવ્યા હતા.
અમદાવાદ, 28 સપ્ટેમ્બર 2023: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને યુનિસેફે 1,000 બાળકો સાથે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે જાતિય સમાનતાને પ્રોત્સાહન આપવા માટે એક નવું ઓનલાઈન, લાઈફ સ્કીલ્સ લર્નિંગ મોડ્યુલ્સ CRIIIO 4 GOOD આજે અહીં લોન્ચ કર્યું હતું.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ તથા આદિવાસી વિકાસ બાબતોના પ્રધાન ડો. કુબેરભાઈ ડીંડોર, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના માનદ સેક્રેટરી જય શાહ, ભારતીય ક્રિકેટર અને આઈસીસી-યુનિસેફ CRIIIO 4 GOOD પહેલ માટે સેલિબ્રિટી સપોર્ટર સ્મૃતિ મંધાના, યુનિસેફ ઈન્ડિયાના પ્રતિનિધિ સિન્થિયા મેકકેફ્રે તથા 1,000 બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારના માનનીય શિક્ષણ પ્રધાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે “મહિલાઓનું સશક્તિકરણ, ખાસ કરીને કિશોરીઓનું સશક્તિકરણ એ શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂળભૂત સિદ્ધાંતોમાં છે. મને ખુશી છે કે #Criiio4Good દ્વારા સ્પોર્ટ્સની શક્તિ અને ક્રિકેટની લોકપ્રિયતાનો ઉપયોગ છોકરીઓને સશક્ત કરવા અને જાતિય સમાનતા વિશે જાગૃતિ ફેલાવવા માટે એક માધ્યમ તરીકે કરવામાં આવે છે.”
જાણીતી ભારતીય ક્રિકેટર અને આઈસીસી-યુનિસેફ અને શિક્ષણ મંત્રાલયની CRIIIO 4 GOOD પહેલની સેલિબ્રિટી સમર્થક સ્મૃતિ મંધાનાએ સ્ટેડિયમમાં 1,000થી વધુ શાળાના બાળકોને પ્રથમ લર્નિંગ મોડ્યુલ આપતા જણાવ્યું હતું કે, “મને આઈસીસી, બીસીસીઆઈ, શિક્ષણ મંત્રાલય અને યુનિસેફ સાથે CRIIIO 4 GOODને સમર્થન આપતાં ખૂબ ગર્વની લાગણી થાય છે. આ મોડ્યુલ્સ વિદ્યાર્થીઓને ખૂબ જ ઓતપ્રોત કરનારા છે અને તેઓ ક્રિકેટની શક્તિનો ઉપયોગ કરીને જીવનના જરૂરી કૌશલ્યો અને જાતિય સમાનતા વિશે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે મનોરંજક અને ઇન્ટરેક્ટિવ રીતે વાત કરે છે. સ્પોર્ટ્સ અને જીવનમાં તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે છોકરીઓ અને છોકરાઓ બંનેને સમાન રીતે ટેકો આપવો જોઈએ. આ એક સરળ અને આકર્ષક રીતે સંદેશ આપવાનો પ્રયાસ છે.”
બીસીસીઆઈના માનદ સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, “આગામી બે મહિના દરમિયાન ક્રિકેટ વર્લ્ડ કપ ભારતના બાળકોને પ્રેરણા આપવા માટે તૈયાર છે અને આ પહેલ આપણા દેશના યુવાનોને સશક્ત બનાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલું છે. CRIIIO 4 GOOD ન કેવળ ક્રિકેટના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે, પરંતુ નિર્ણાયક જીવન કૌશલ્યો પણ પ્રદાન કરે છે, જેમાં જાતિય સમાનતાના મહત્વનો સમાવેશ થાય છે. આ આપણા બાળકો માટે વધુ ન્યાયી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની દિશામાં આ એક નોંધપાત્ર પગલું છે.”
CRIIIO 4 GOOD પહેલનો પ્રત્યેક એનિમેટેડ ફિલ્મ ભાગ નેતૃત્વ, સમસ્યાનું નિરાકરણ, આત્મવિશ્વાસ, નિર્ણય લેવા, વાટાઘાટો, સહાનુભૂતિ, ટીમ વર્ક અને ધ્યેય નિર્ધારિત કરવા જેવા ચોક્કસ જીવન કૌશલ્ય પર ધ્યાન આપે છે અને ક્રિકેટના ઉદાહરણોનો ઉપયોગ કરીને અદ્યતન એનિમેશન દ્વારા વિઝ્યુઅલાઈઝ કરવામાં આવે છે. સ્થાનિક સ્તરની બારીક બાબતોમાં ઊંડાણપૂર્વકનું સંશોધન ફિલ્મોને વાસ્તવિક અને પ્રાસંગિક બનાવે છે. વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરવા માટે, આઠ લર્નિંગ મોડ્યુલમાંથી પ્રત્યેક criiio.com/criiio4good પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં જોઈ શકાય છે.
યુનિસેફ ભારતના પ્રતિનિધિ સિન્થિયા મેકકેફ્રેએ જણાવ્યું હતું કે, “યુનિસેફ છોકરીઓ અને છોકરાઓ માટે તેમના અધિકારો, વિકાસ અને સલામતી પૂરી પાડવા દરેક બાળકને સમાન તકો પૂરી પાડવાની હિમાયત કરે છે. ભારતમાં આઈસીસી વર્લ્ડ કપ 2023ના મહત્વપૂર્ણ તબક્કામાં જાતિય સમાનતાને રચનાત્મક રીતે પ્રોત્સાહન આપવા માટે અમે આઈસીસી, શિક્ષણ મંત્રાલય અને બીસીસીઆઈ સાથેની ભાગીદારીને આવકારીએ છીએ. CRIIIO 4 GOOD એ લાખો યુવાનોને એ સંદેશ સાથે જોડવાની એક નવીન રીત છે કે છોકરીઓ અને છોકરાઓ બંનેને સમાન તકો મેળવવાનો અને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાનો અધિકાર છે. આઈસીસી વર્લ્ડ કપ એ સંદેશ સાથે લાખો લોકો સુધી પહોંચવાની ઉજ્જવળ તક પૂરી પાડે છે કે આપણામાંના દરેકે છોકરીઓ માટે આગળ આવવું જોઈએ અને તમામ બાળકો માટે સમાન અધિકારોને પ્રોત્સાહન આપવું જોઈએ.”
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચીફ એક્ઝિક્યુટિવ, જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે, “CRIIIO 4 GOOD આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ દ્વારા સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે યુનિસેફ સાથે સહયોગ કરવા માટે રોમાંચિત છીએ અને માનીએ છીએ કે આ પ્રોગ્રામ એવા આવશ્યક જીવન કૌશલ્યો કેળવશે જે ક્રિકેટ ક્ષેત્રની સીમાઓને પાર કરશે. ભારત અને વિશ્વભરના યુવાનો પર તેની જે પરિવર્તનકારી અસર પડશે તે અંગે અમે ઉત્સાહિત છીએ.”
ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ અને આદિજાતિ વિભાગના માનનીય પ્રધાન ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, “આઈસીસી, યુનિસેફ અને શિક્ષણ મંત્રાલય દ્વારા લાઈફ સ્કીલ્સ મોડ્યુલનો પ્રારંભ એ માત્ર યુવાનોને જ નહીં પરંતુ ફ્લેક્સિબલ, દયાળુ અને જાણકાર વિશ્વભરના નાગરિકોનું જતન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ નવીન કાર્યક્રમ આપણા બાળકોને સતત બદલાતી દુનિયામાં વિકાસ માટે જરૂરી જીવન કૌશલ્યોથી સજ્જ કરશે. શિક્ષણ એ માત્ર પુસ્તકોમાં આપણે જે શીખીએ છીએ તેના વિશે નથી, તે આપણા યુવાનોને જીવનના પડકારોને ઝીલીને આગળ વધવા માટેના જ્ઞાન અને સાધનો સાથે સશક્ત બનાવવા વિશે છે. આઈસીસી, યુનિસેફ અને શિક્ષણ મંત્રાલય સાથે મળીને અમે એક એવી પેઢીને આકાર આપી રહ્યા છીએ જે નેતૃત્વ કરવા, પ્રેરણા આપવા અને આપણા વિશ્વ પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે તૈયાર છે.”
ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય, ભારતભરની 1.5 મિલિયનથી વધુ શાળાઓમાં અને દિક્ષા પ્લેટફોર્મ પર મોડ્યુલ્સ પૂરા પાડશે.
અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અરુણાચલ પ્રદેશ સામે 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અર્જુને આ કામ પહેલીવાર કર્યું છે.
IPL 2025 મેગા ઓક્શન પહેલા, ગુજરાત ટાઇટન્સે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનને બેવડી ભૂમિકા સોંપી છે. આ ખેલાડીએ IPLમાં 2800થી વધુ રન બનાવ્યા છે.
બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા શ્રીલંકાના સ્ટાર ખેલાડી વાનિન્દુ હસરાંગા ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.