ICICI બેંકના ગ્રાહકો હવે ડિજિટલ રૂપી એપનો ઉપયોગ કરીને મર્ચન્ટ ક્યુઆર કોડને પેમેન્ટ કરી શકે છે
આઈસીઆઈસીઆઈ બેંકે જાહેરાત કરી છે કે તેણે લાખો ગ્રાહકોને બેંકની ડિજિટલ રૂપી (e₹) એપ્લિકેશન 'Digital Rupee by ICICI Bank'નો ઉપયોગ કરીને કોઈપણ મર્ચન્ટ ક્યુઆર કોડને ચૂકવણી કરવા સક્ષમ બનાવ્યા છે.
મુંબઈ: આઈસીઆઈસીઆઈ બેંકે જાહેરાત કરી છે કે તેણે લાખો ગ્રાહકોને બેંકની ડિજિટલ રૂપી (e₹) એપ્લિકેશન 'Digital Rupee by ICICI Bank'નો ઉપયોગ કરીને કોઈપણ મર્ચન્ટ ક્યુઆર કોડને ચૂકવણી કરવા સક્ષમ બનાવ્યા છે. બેંકે તેની ડિજિટલ રૂપી એપ યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ)ને ઇન્ટરઓપરેબલ બનાવીને તે શક્ય બનાવ્યું છે.
આ ઇન્ટિગ્રેશન ગ્રાહકોને મર્ચન્ટ આઉટલેટ્સ પર હાલના યુપીઆઈ ક્યુઆર કોડને સ્કેન કરવા અને ડિજિટલ રૂપી એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરવા સશક્ત બનાવે છે. તે જ સમયે, તે વેપારીઓને તેમના હાલના યુપીઆઈ ક્યુઆર કોડ પર ડિજિટલ રૂપિયાની ચુકવણી સ્વીકારવામાં મદદ કરે છે અને ફરજિયાત ઓન-બોર્ડિંગ પ્રક્રિયાની જરૂરિયાતને દૂર કરે છે.
આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા તેની ડિજિટલ રૂપી એપ્લિકેશન પર યુપીઆઈ ઇન્ટરઓપરેબિલિટીની રજૂઆત ગ્રાહકોને સુગમતા અને સગવડ પૂરી પાડે છે. તે ડિજિટલ રૂપિયાના ઉપયોગને પણ વિસ્તૃત કરે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા ડિસેમ્બર 2022માં શરૂ કરવામાં આવેલ ડિજિટલ કરન્સી પરના પ્રથમ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે આઈસીઆઈસીઆઈ બેંકની પસંદગી કરવામાં આવી હતી. બેંકે સમગ્ર દેશના 80 શહેરોમાં આ સુવિધા લાઇવ કરી છે.
આ પહેલ અંગે આઈસીઆઈસીઆઈ બેંકના હેડ-મર્ચન્ટ ઇકોસિસ્ટમ શ્રી બિજીથ ભાસ્કરે જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ બેંકમાં અમે અમારા ગ્રાહકોને સીમલેસ, નવીન ડિજિટલ બેંકિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી ડિજિટલ રૂપી એપ ‘Digital Rupee by ICICI Bank’ પરની આ નવી સુવિધા બેંકના ગ્રાહકોને હાલના મર્ચન્ટ ક્યુઆર કોડ પર ચૂકવણી કરવા સક્ષમ બનાવે છે, જેનાથી પેમેન્ટ માટેના માર્ગો ઝડપથી વિસ્તરે છે. ડિજિટલ ઈન્ડિયા તરફની આ એક અન્ય મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ સ્તરના પગલામાં ભાગ લેવા બદલ અમે આનંદિત છીએ.
અમારું માનવું છે કે આ પહેલ ભારતમાં ડિજિટલ પેમેન્ટના ભાવિમાં પરિવર્તન લાવશે અને ગ્રાહકોમાં ડિજિટલ કરન્સીની વધુ સ્વીકૃતિને પ્રોત્સાહન આપશે અને ડિજિટલ રૂપી દ્વારા વધી રહેલા વ્યવહારોમાં યોગદાન આપશે.
‘Digital Rupee by ICICI Bank’ દ્વારા ઝડપી ચુકવણી આ રીતે થઈ શકશે:
· એપસ્ટોર અથવા પ્લેસ્ટોર ખોલો અને ‘Digital Rupee by ICICI Bank’નું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો
· એપ દ્વારા લોગિન કરો
· સ્કેન QR વિકલ્પ પર ક્લિક કરો અને વેપારીનો UPI QR કોડ સ્કેન કરો
· રકમ પસંદ કરો અને PIN દાખલ કરો
· વ્યવહાર પૂરો થઈ ગયો છે
‘Digital Rupee by ICICI Bank’ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. એપ્લિકેશન વપરાશકર્તાઓને તેમના આઈસીઆઈસીઆઈ બેંક બચત ખાતામાંથી તેમના ડિજિટલ વૉલેટને લોડ કરવાની સુવિધા પૂરી પાડે છે. તેઓ નાણાં ટ્રાન્સફર પણ કરી શકે છે અથવા અન્યને ચૂકવણી પણ કરી શકે છે. જ્યારે વોલેટમાં બેલેન્સ નિર્દિષ્ટ રકમ કરતાં ઓછું હોય ત્યારે એપ્લિકેશન ગ્રાહકના બચત ખાતામાંથી વોલેટમાં આપોઆપ પૈસા લોડ કરે છે.
આઈસીઆઈસીઆઈ બેંક તેના વિશાળ ગ્રાહક આધારને શાખાઓ, એટીએમ, કોલ સેન્ટર, ઇન્ટરનેટ બેંકિંગ (www.icicibank.com) અને મોબાઇલ બેંકિંગના મલ્ટી-ચેનલ ડિલિવરી નેટવર્ક દ્વારા સેવા આપે છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.