ICICI બેંકે અગ્રણી બ્રાન્ડ્સ પર ઑફર્સ, ડિસ્કાઉન્ટ અને કેશબેક સાથે 'ફેસ્ટિવ બોનાન્ઝા' લોન્ચ કર્યું
ફ્લિપકાર્ટ આ બિગ બિલિયન ડેઝ, મિન્ત્રા બિગ ફેશન ફેસ્ટિવલ, એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ અને ટાટા ન્યુ ધ ગ્રાન્ડ સેલ દરમિયાન આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ, અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવા પર રૂ. 26,000 સુધીનું કેશબેક.આઈફોન 15 પર નો-કોસ્ટ EMIની વિશેષ ઓફર.
મુંબઈ: ICICI બેંકે આજે આગામી તહેવારોની સિઝનની શરૂઆતમાં તેના કસ્ટમર્સ માટે આકર્ષક ઑફર્સ, ડિસ્કાઉન્ટ અને રૂ. 26,000 સુધીના કેશબેક સાથે 'ફેસ્ટિવ બોનાન્ઝા' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો ICICI બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI મારફત Rupay ક્રેડિટ કાર્ડ્સ અને કાર્ડલેસ EMIનો ઉપયોગ કરીને પોતાની ફેવરિટ બ્રાન્ડ્સની વિવિધ આઈટમો ખરીદીને આ લાભ લઈ શકે છે. આ ઑફર્સ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને નો-કોસ્ટ EMIના રૂપમાં પણ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ છે.
બેન્કે તહેવારોની સિઝન દરમિયાન ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, ફેશન, જ્વેલરી, ફર્નિચર, ટ્રાવેલ, ડાઈનિંગ અને અન્ય સહિત વિવિધ કેટેગરીમાં ઓફર કરી છે જેમાં આઈફોન, મેક માય ટ્રિપ, ટાટા ન્યૂ, વન પ્લસ, HP, માઈક્રોસોફ્ટ, ક્રોમા, રિલાયન્સ ડિજિટલ, LG, સોની, સેમસંગ, તનિષ્ક, તાજ, ઝોમેટો અને સ્વિગી જેવી બ્રાન્ડ્સ સામેલ છે. બેંકે ફ્લિપકાર્ટ સાથે ધ બિગ બિલિયન ડેઝ સેલ (8 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી), મિન્ત્રા સાથે બિગ ફેશન ફેસ્ટિવલ (6 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી), એમેઝોન સાથે તેના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ (ઓક્ટોબરના છેલ્લા સપ્તાહની આસપાસ) માટે ભાગીદારી કરી છે. બેંક તેના ગ્રાહકો માટે હોમ લોન, ઓટો લોન અને ટુ વ્હીલર લોન જેવી રિટેલ લોન પ્રોડક્ટ્સ પર ટૂંક સમયમાં સ્પેશિયલ અને આકર્ષક ઓફરો પણ રજૂ કરશે.
આ લોન્ચ વિશે વાત કરતા ICICI બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાકેશ ઝાએ જણાવ્યું કે, “અમને ‘ફેસ્ટિવ બોનાન્ઝા’ લોન્ચ કરતા આનંદ થાય છે જેમાં અમારા ગ્રાહકો માટે ઑફર્સ, ડિસ્કાઉન્ટ અને કૅશબૅક્સની વિશાળ રેન્જ સામેલ છે. અમારા ગ્રાહકો માટે ઉપયોગી આકર્ષક ઑફરો આવે તે માટે બેંકે ટોચની બ્રાન્ડ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે. ગ્રાહકો ICICI બેન્કના ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ, ઇન્ટરનેટ બેન્કિંગ, ICICI બેન્ક રૂપે ક્રેડિટ કાર્ડ્સ સાથે UPI ટ્રાન્ઝેક્શન અને કાર્ડલેસ EMIનો ઉપયોગ કરીને આ ઑફર્સનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત બેંક તેની પ્રોડક્ટ્સ - હોમ લોન, ઓટો લોન અને ટુ-વ્હીલર લોન પર વિશેષ ફેસ્ટિવ ઓફર પણ રજૂ કરશે. અમને આશા છે કે આ ઑફર્સ આ તહેવારોની સિઝનમાં અમારા ગ્રાહકોનો આનંદ અને ઉત્સાહ વધારશે.”
અગ્રણી બ્રાન્ડ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ઑફર્સ: ફ્લિપકાર્ટ, મિંત્રા, એમેઝોન અને ટાટા ક્લીક જેવા અગ્રણી ઈ-કોમર્સ પ્લેયર્સ સાથે ઑનલાઇન શોપિંગ પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ
એલજી, સેમસંગ, સોની, યુરેકા ફોર્બ્સ, વ્હર્લપૂલ અને ઘણી બધી ટોચની ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સમાં રૂ. 26,000 સુધીનું કેશબેક. બોસના સ્પીકર પર રૂ. 6,000 સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ અને JBLની સિલેક્ટેડ પ્રોડક્ટ્સ પર રૂ. 12,000 સુધી 25% ઇન્સ્ટન્ટ કેશબેક. ગ્રાહકો રિલાયન્સ ડિજિટલ, ક્રોમા અને વિજય સેલ્સ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
એપલ, વનપ્લસ, મોટોરોલા, ઓપ્પો, શાઓમી અને રિયલમીના મોબાઈલ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને EMI ઑફર્સ. iPhone 15 નો કોસ્ટ EMI જેમાં EMI ₹2,497થી શરૂ
લાઇફસ્ટાઇલ, ફાસ્ટ્રેક, મિંત્રા, સેન્ટ્રો જેવી અગ્રણી ફેશન બ્રાન્ડ્સ પર વધારાનું 10% ડિસ્કાઉન્ટ
મેકમાયટ્રિપ, યાત્રા, ક્લિયરટ્રિપ, ઇઝમાયટ્રિપ જેવી અગ્રણી ટ્રાવેલ સાઇટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ
ઝોમેટો, સ્વિગી, ઈઝીડાઈનર અને મેકડોનલ્ડ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ
SonyLivના વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પર આકર્ષક ઑફર્સ અને સિનેપોલિસમાં મૂવી ટિકિટ પર ડિસ્કાઉન્ટ
પેપરફ્રાય, અર્બન લેડર અને ડ્યુરોફ્લેક્સ જેવી બ્રાન્ડ્સ પર 10% ડિસ્કાઉન્ટ
*ઓફર્સ પર નિયમો અને શરતો લાગુ
‘ફેસ્ટિવ બોનાન્ઝા’ ઓફર્સ માટે વધુ જાણવા અને તે મેળવવા મુલાકાત લો -https://www.icicibank.com/campaigns/bonanza/index.html
સમાચાર અને અપડેટ માટે વિઝિટ કરો www.icicibank.com અને Twitter પર ફોલો કરો www.twitter.com/ICICIBank
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.