ICICI બેંકે 'ઈફાઈનાન્સ' લોન્ચ કર્યું જે તમામ બેંકોમાં બચત અને કરન્ટ એકાઉન્ટ્સ માટે એક સિંગલ વ્યૂ છે
વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટ્સને લિંક કરવામાં સક્ષમ કરવા માટે એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમનો લાભ લે છે.ICICI બેંકના કરોડો ગ્રાહકો તેમજ અન્ય બેંકોના ગ્રાહકો એક જ જગ્યાએ તેમના તમામ બેંકોના એકાઉન્ટ જોઈ શકે છે. તેઓ ICICI બેંકના મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર વન-વ્યૂ ડેશબોર્ડને ઍક્સેસ કરી શકે છે
મુંબઈ: ICICI બેંકે 'આઈફાઈનાન્સ'ના લોન્ચની જાહેરાત કરી છે જેનાથી તેના રિટેલ અને સોલ પ્રોપ્રાઈટર્સ સહિત કરોડો કસ્ટમર્સ એક જ જગ્યા પર તેમના સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટનો એક સાથે વ્યૂ મેળવી શકશે. અન્ય બેંકોના ગ્રાહકો પણ આ સુવિધાનો લાભ મેળવી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકે બેંકના ડિજિટલ પ્લેટફોર્મ્સ જેવા કે જેમ કે iMobile પે એપ, રિટેલ ઈન્ટરનેટ બેંકિંગ (RIB), કોર્પોરેટ ઈન્ટરનેટ બેંકિંગ (CIB) અને બિઝનેસિસ માટેની બેંકની મોબાઇલ એપ્લિકેશન InstaBIZ પર એકાઉન્ટ એગ્રીગેટર ઈકોસિસ્ટમ દ્વારા આ લાભ રજૂ કર્યા છે.
'iFinance' યુઝર્સને તમામ એકાઉન્ટ્સનું સિંગલ-વ્યૂ ડેશબોર્ડ આપે છે. તેમાં યુઝર્સ એકાઉન્ટ બેલેન્સ તપાસી શકે છે, ખર્ચની પેટર્ન, સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે અને બીજી ઘણી મૂલ્યવાન માહિતી મેળવી શકે છે. આ ડેશબોર્ડ યુઝર્સને ઘણી સગવડ આપે છે અને તેમને ખર્ચ પર વધુ સારી રીતે નિયંત્રણ રાખવા અને તેમની નાણાકીય બાબતોને સીમલેસ રીતે મોનિટર કરવામાં મદદ કરે છે.
આ લોન્ચ વિશે ICICI બેંકના હેડ - ડિજિટલ ચેનલ્સ , સિદ્ધરથ મિશ્રાએ જણાવ્યું કે, “અમે ICICI બેંકમાં અમારા ગ્રાહકોને ભવિષ્યલક્ષી અને નવીન ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 'iFinance' સાથે અમે અમારા ગ્રાહકો તેમજ અન્ય બેંકોના ગ્રાહકોને તેમના ખાતાનો ડેટા એક જ જગ્યાએ જોવા અને તેમને તેમના નાણાં પર વધુ સારું નિયંત્રણ મેળવવા માટે સક્ષમ બનાવી રહ્યા છીએ. એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે ઓપન બેંકિંગની સુવિધા રજૂ કરવાની બેંકની આ વિશેષ પહેલ છે.
આ અનોખી સુવિધા યુઝર્સને સલામત અને સુરક્ષિત જગ્યાએ તેમના ખર્ચ પેટર્નનું વિશ્લેષણ કરીને તેનું મેનેજમેન્ટ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. 'આઈફાઈનાન્સ' સુવિધા અમારા મોબાઈલ બેંકિંગ અને ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જે ગ્રાહકોને ખાતાની માહિતી મેળવવાની સુવિધા પૂરી પાડે છે. અમારું માનવું છે કે આ નવી સુવિધા યુઝર્સને તેમની નાણાકીય બાબતોને સરળતાથી મોનિટર અને મેનેજ કરવામાં મદદ કરશે.”
બધા એકાઉન્ટને લિંક કરવા અને વ્યૂ કરી શકવાઃ યુઝર્સ તેમના તમામ બેન્કોના સેવિંગ્સ અને કરન્ટ ખાતાઓને સુરક્ષિત રીતે લિંક કરી શકે છે અને એક જ જગ્યાએ એકાઉન્ટ બેલેન્સ જોઈ શકે છે.
આવક અને ખર્ચની સમરીઃ આ ફેસિલિટી યુઝર્સને તેમની આવક અને ખર્ચની સમરી આપે છે. જે તેમને તેમના નાણાંને યોગ્ય રીતે મોનિટર કરવામાં મદદ કરે છે.
ખર્ચ/ચુકવણીને ટ્રેક કરો: યુઝર્સ તેમના ખર્ચને ટ્રૅક કરી શકે છે અને તેમના ખર્ચની કેટેગરીવાઈઝ માહિતી મેળવી શકે છે. તે તેમને તેમના ખર્ચ અને એકંદર ફાઈનાન્શિયલ હેલ્થના મેનેજમેન્ટમાં મદદ કરે છે
સંપૂર્ણ યુઝર કન્ટ્રોલઃ આ ફેસિલિટી હેઠળ સગવડ વધી જાય છે કારણ કે યુઝર્સ રિઅલ-ટાઇમ બેઝ પર એકાઉન્ટ્સને લિંક અને ડી-લિંક કરી શકે છે
વિગતવાર સ્ટેટમેન્ટઃ આ ફેસિલિટી દ્વારા યુઝર્સ તમામ લિંક કરેલા બેંક ખાતાઓનું કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ ડાઉનલોડ કરી શકે છે.
ICICI બેંકના ડિજિટલ પ્લેટફોર્મ(પ્લેટફોર્મ્સ) જેમ કે iMobilePay, રિટેલ ઇન્ટરનેટ બેંકિંગ, કોર્પોરેટ ઇન્ટરનેટ બેંકિંગ અને ઈન્સ્ટાબિઝ મારફત લોગ ઇન કરો.
'iFinance' બટન પર ક્લિક કરો અને ઓળખની વિગત વેરિફાઈ કરો
વેરિફિકેશન થયા પછી યુઝર્સ ICICI બેંક અને અન્ય બેંકોમાં જે બેંક એકાઉન્ટ ધરાવે છે તે પ્રિ-પોપ્યુલેટેડ હશે
યુઝર્સ લિંક કરવા માટે બેંક સિલેક્ટ કરી શકે છે અને એકાઉન્ટ્સને લિંક કરવા માટે સહમતી આપી શકે છે
યુઝર્સને એપ્રૂવ્ડ એકાઉન્ટ્સ જોવા મળશે
એપ ડાઉનલોડ કરો
મોબાઇલ નંબર સાથે રજિસ્ટર કરો
'iFinance' પર ક્લિક કરો અને ઉપર જણાવ્યા મુજબના પગલાં અનુસરો
સમાચાર અને અપડેટ્સ માટે વિઝિટ કરો www.icicibank.com તથા Twitter (X) પર www.twitter.com/ICICIBank પર અમને ફોલો કરો
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.