આઇસીઆઇસીઆઇ બેંકે સુરતમાં નવી બ્રાન્ચ શરૂ કરી
આઇસીઆઇસીઆઇ બેંકે સુરતમાં લાલ દરવાજા ખાતે નવી બ્રાન્ચ શરૂ કરી છે. શહેરમાં બેંકની આ 52મી બ્રાન્ચ છે. શુભ સ્ક્વેર, પટેલ વાડી ખાતે આવેલી બ્રાન્ચમાં ગ્રાહકોને રોકડ જમા અને ઉપાડની સેવાઓ પ્રદાન કરવા માટે એટીએમ કમ કેશ રિસાયકલર મશીન (સીઆરએમ) છે. મશીન ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
સુરતઃ આઇસીઆઇસીઆઇ બેંકે સુરતમાં લાલ દરવાજા ખાતે નવી બ્રાન્ચ શરૂ કરી છે. શહેરમાં બેંકની આ 52મી બ્રાન્ચ છે. શુભ સ્ક્વેર, પટેલ વાડી ખાતે આવેલી બ્રાન્ચમાં ગ્રાહકોને રોકડ જમા અને ઉપાડની સેવાઓ પ્રદાન કરવા માટે એટીએમ કમ કેશ રિસાયકલર મશીન (સીઆરએમ) છે. મશીન ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
કિરણ હોસ્પિટલના અધ્યક્ષ પદ્મશ્રી મથુરભાઈ એમ. સવાણીએ બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રાન્ચ એકાઉન્ટ્સ, ડિપોઝિટ અને લોનની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ્સ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટ, બિઝનેસ લોન, હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન, ગોલ્ડ લોન અને ફોરેક્સ સર્વિસિસ સહિત કાર્ડ સર્વિસિસ સામેલ છે. તે સોમવારથી શુક્રવાર તથા મહિનાના પ્રથમ, ત્રીજા અને પાંચમાં શનિવારે સવારે 9.30થી બપોરે 3.00 વાગ્યા સુધી કાર્યરત છે.
ગુજરાતમાં બેંક લગભગ 450 બ્રાન્ચ અને 800 એટીએમનું નેટવર્ક ધરાવે છે. આઇસીઆઇસીઆઇ બેંક બ્રાન્ચ, એટીએમ, કોલ સેન્ટર્સ, ઇન્ટરનેટ બેંકિંગ ( www.icicibank.com ) અને મોબાઇલ બેંકિંગના મલ્ટી-ચેનલ ડિલિવરી નેટવર્ક દ્વારા ગ્રાહકોના વિશાળ આધારને સેવાઓ પૂરી પાડે છે.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.
ભારતમાં વાઇન નિકાસ કરતા મુખ્ય દેશોમાં યુએસ (US$ 75 મિલિયન), યુએઈ (US$ 54 મિલિયન), સિંગાપોર (US$ 28 મિલિયન) અને ઇટાલી (US$ 23 મિલિયન)નો સમાવેશ થાય છે.
શેરબજાર લાંબા સમયથી રોકાણકારોને એક પછી એક આંચકા આપી રહ્યું છે. લાખો કરોડ રૂપિયા વેડફાયા છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં નિફ્ટી 22,000 ના સ્તર સુધી ઘટી શકે છે.