આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે 'ક્લાઉડ કૉલિંગ' ફીચર પ્રસ્તુત કર્યું, મોટર ક્લેમ ઇન્ટરએક્શનમાં બદલાવ લાવશે અને સેટલમેન્ટ્સને વેગ આપશે"
ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની નૂતન તકનીકી નવીનતા "ક્લાઉડ કૉલિંગ" સુવિધાને પ્રસ્તુત કરી
છે.
ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની નૂતન તકનીકી નવીનતા "ક્લાઉડ કૉલિંગ" સુવિધાને પ્રસ્તુત કરી છે. આ અનોખી વિશેષતા મોટર દાવા પ્રક્રિયા દરમિયાન ગ્રાહકના અનુભવને વધારવા, દાવાની પતાવટને ઝડપી બનાવીને અને તેના મૂલ્યવાન ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની અદ્યતન ટેકનોલોજીનો લાભ લેવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
દાવાઓના સંચાલન અને પતાવટમાં નમૂનારૂપ પરિવર્તનનો પરિચય "ક્લાઉડ કૉલિંગ" આપે છે. પરંપરાગત પ્રક્રિયામાં, કસ્ટમર સર્વિસ મેનેજર (સીએસએમ) અને ગ્રાહક વચ્ચે અનેક વાર ટેલિફોનિક વાતચીત થાય છે, જે સંભવિત વિલંબ અને બિનકાર્યક્ષમતા તરફ દોરી જાય છે. આ પડકારને ઓળખીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ હવે ગ્રાહકો અને ક્લેઈમ્સ મેનેજરોને સીમલેસ અને કાર્યક્ષમ સંદેશાવ્યવહાર માટે સમર્પિત વર્ચ્યુઅલ નંબર સાથે સશક્ત બનાવે છે. આ વિશિષ્ટ સુવિધા દાવાની પતાવટને સરળ, પારદર્શક અને સારી રીતે સંકલિત પ્રક્રિયામાં પરિવર્તિત કરે છે, જે ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર વધારો કરે છે.
આ નૂતનતા બહુગુણી છે, જે દાવાના સમગ્ર લાઈફ સાયકલને અનેક લાભ પૂરા પાડે છે. ગ્રાહકો પાસે હવે તેમના માટે નિયુક્ત કરેલા સીએસએમ સુધી પહોંચવા માટે એક જ સંપર્ક બિંદુ છે, જે વાતચીતને સરળ બનાવે છે. સર્વસમાવેશક કૉલ ટ્રેકિંગ પ્લેટફોર્મ સાથે કૉલ કનેક્ટિવિટી સુવ્યવસ્થિત બને છે, જે પારદર્શિતા અને જવાબદારી વધારે છે. વર્ચ્યુઅલ નંબર હોવાથી સીએસએમ અન્ય કોલ ઉપર વ્યસ્ત હોય તો યોગ્ય મેનેજરને આપમેળે રીડાયરેક્ટ કરવા સક્ષમ બનાવે છે, જેથી કોઈ પણ ગ્રાહકના પ્રશ્નો વણસ્પર્શ્યા રહી જાય નહીં તેની ખાતરી મળે છે. વધુમાં, આ સુવિધામાં કૉલ રેકોર્ડિંગનો પણ સમાવેશ થાય છે, વિશ્લેષણ માટે સમજણપૂર્વકના ડેટા પ્રદાન કરે છે અને ગ્રાહકની ક્રિયાપ્રતિક્રિયાઓમાં સતત સુધારણા કરે છે.
નવી સુવિધા પર ટિપ્પણી કરતાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં અંડરરાઈટિંગ અને ક્લેમ પ્રોપર્ટી એન્ડ કેઝ્યુઅલ્ટીના ચીફ શ્રી ગૌરવ અરોરાએ જણાવ્યું હતું કે, "સતત વિકસી રહેલી સમકાલીન પરિસ્થિતીમાં, અમારું ધ્યાન ગ્રાહકના દાવાની પતાવટ અને ગ્રાહક અનુભવને વધારવા પર કેન્દ્રિત છે. 'ક્લાઉડ કૉલિંગ' સુવિધાના નવીન સંકલન દ્વારા અમે તકનીકી પ્રગતિનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે ક્લેઈમ્સ ઓનર્સ, એન્જિનિયર્સ મેનેજર્સ અને ગ્રાહકો વચ્ચેના સંચારમાં આડે આવતા અવરોધોને પાર કરે છે, જેનાથી દાવાની પતાવટ ઝડપી બને છે અને તેમાં ધરખમ પરિવર્તન લાવે છે."
"ક્લાઉડ કૉલિંગ" સુવિધાની શરૂઆતથી તેમાં 4 લાખથી વધુ ગ્રાહકો જોડાયા છે, જે તાત્કાલિક સમર્થન અને સહાય પૂરી પાડે છે અને અત્યાર સુધીમાં મોટર ક્લેમ પ્રક્રિયા સંબંધિત ગ્રાહકોના 95% પ્રશ્નોનોનો ઉકેલ લાવે કરે છે. આ સિદ્ધી નૂતન સુવિધાના પિરણામલક્ષી અસરની સાક્ષી છે, કારણ કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉદ્યોગના ધોરણોને ફેરવ્યાખ્યાયિત કરવાનું જાળવી રાખે છે.
અરોરાએ વધુમાં ઉમેર્યું કે, “ટેક્નોલોજી કાર્યક્ષમતામાં વધારો કરે છે, ત્યારે માનવીય ઈન્ટરેક્શનનો જે સ્પર્શ મળતો હોય તે દૂર થવો જોઈએ નહીં એવી ગહન અનુભૂતિમાંથી નવી સુવિધા પાછળનો વિચાર ઉદ્ભવ્યો છે. અમે આ સુવિધાને સગવડતા અને વ્યક્તિગત સ્પર્શ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ડિઝાઇન કરી છે. ક્લેઈમ ઓનર્સ અને ગ્રાહકો વચ્ચે સીધા સંચારની સુવિધા આપીને, 'ક્લાઉડ કૉલિંગ' માત્ર દાવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે એટલું જ નહીં પરંતુ માનવ-કેન્દ્રિત સેવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે."
"ક્લાઉડ કૉલિંગ" સુવિધા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પ્રગતિશીલ ભાવનાના પ્રમાણ તરીકે ઊભરી છે, તે ગ્રાહકના અનુભવને વધારવા માટે રચાયેલ વિશાળ ઇકોસિસ્ટમનો એક ભાગ છે. IL TakeCare એપ્લિકેશન, "InstaSpect" જેવી સેવાઓ સાથે જોડાયેલી, અગ્રણી મોબાઇલ સ્વ-નિરીક્ષણ વિશેષતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સર્વગ્રાહી અભિગમને પ્રદર્શિત કરે છે. આ સર્વિસીસ અસાધારણ ગ્રાહક સેવાના તેના હોલમાર્કને વળગી રહીને, અવિરત અને દાવાઓની કાર્યક્ષમ પતાવટ પ્રક્રિયાને પહોંચાડવા માટેના અમારા નિરંતર સમર્પણને રેખાંકિત કરે છે.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.
વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટના કારણે દેશના અનેક શહેરોમાં તેલની કિંમતોમાં દરરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે. સોમવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. આ પછી દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.