ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે અને સંકટની આ ક્ષણમાં તેમની સાથે છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે અને સંકટની આ ક્ષણમાં તેમની સાથે છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) સહિતની સ્કીમમાં આવરી લેવાયેલા ડેથ અને હેલ્થ ક્લેમ્સ માત્ર ત્રણ મૂળભુત દસ્તાવેજોને આધારે પ્રોસેસ કરવામાં આવશે.
ક્લેમ સેટલમેન્ટ માટે જરૂરી દસ્તાવેજો
બેન્ક ખાતાની વિગતો
મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી ડેથ સર્ટિફિકેટ. જો ડેથ સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોય તો હોસ્પિટલ, સરકારી સત્તાવાળાઓ કે પોલીસ દ્વારા મૃતક પ્રવાસીઓની જારી કરાયેલી યાદી
નોમિનીનાં માન્ય એડ્રેસ પ્રુફની નકલ ક્લેમ સંબંધિત પૂછપરછમાં મદદ કરવા માટે કંપનીએ વિશેષ 24X7 હેલ્પલાઇન નંબર (1-860-266-7766). જારી કર્યો છે.
આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (કસ્ટમર સર્વિસ એન્ડ ઓપરેશન્સ) અમિશ બેન્કરે જણાવ્યું હતું કે, “ઓડિશામાં બનેલી ગમખ્વાર ટ્રેન દુર્ઘટનામાં જીવન ગુમાવનાર યાત્રીઓનાં પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. દુઃખનાં આ સમયમાં અમારા ગ્રાહકોને મદદ કરીશું અને તેમની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છીએ. તેથી, અમે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી છે, જે મુજબ નોમિનીએ માત્ર ત્રણ બેઝિક ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. અમારી ખાસ 24X7 હેલ્પલાઇન ક્લેમ્સ અંગેની તમામ પૂછપરછનાં જવાબ માટે સજ્જ છે. નોમિની તેમની તમામ પૂછપરછ અંગે સ્પષ્ટતા મેળવવા અમને કોલ કર શકે છે.”
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.
ભારતમાં વાઇન નિકાસ કરતા મુખ્ય દેશોમાં યુએસ (US$ 75 મિલિયન), યુએઈ (US$ 54 મિલિયન), સિંગાપોર (US$ 28 મિલિયન) અને ઇટાલી (US$ 23 મિલિયન)નો સમાવેશ થાય છે.