આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી- એસેટફંડઃ રોકાણ વર્ગોમાં લહેરો પર સવારી
તાજેતરમાં અસ્થિરતા છતાં મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડાઈસીસ તેની સર્વકાલીન ઊંચાઈની સમીપ છે. સર્વોચ્ચ બેન્કો દ્વારા મોંઘવારીના ડર સામે લડત ચાલુ છે ત્યારે પ્રગતિશીલ અને ઊભરતા દેશોમાં વ્યાજ દરો વધતી સપાટીએ છે. સોનાએ ઉચિત આગેકૂચ કરી છે.
તાજેતરમાં અસ્થિરતા છતાં મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડાઈસીસ તેની સર્વકાલીન ઊંચાઈની સમીપ છે. સર્વોચ્ચ બેન્કો દ્વારા મોંઘવારીના ડર સામે લડત ચાલુ છે ત્યારે પ્રગતિશીલ અને ઊભરતા દેશોમાં વ્યાજ દરો વધતી સપાટીએ છે. સોનાએ ઉચિત આગેકૂચ કરી છે. બજારો માટે કોઈ સ્પષ્ટ નિર્દેશ નહીં હોવાથી ખાસ કરીને બિનઅનુભવીઓ સહિતના રોકાણકારોને બજારમાં પ્રવેશ પડકારજનક લાગી શકે છે.
આ ધ્યાનમાં લેતાં શેરો, બોન્ડ્સ અને સોનાના સંમિશ્રણમાં રોકાણ કરતાં મલ્ટી-એસેટ ફંડ્સ મધ્યમ જોખમ ભૂખ ધરાવતા અને ઈન્ડાઈસીસ અને મેક્રોઈકોનોમિક સંકેતકોમાં અસ્થિરતા જોતાં બજારમાં પ્રવાસ હજુ માંડ શરૂ કર્યો છે તેવા રોકાણકારો માટે પણ અનુકૂળ હોઈ શકે છે. એક મલ્ટી- એસેટ ફંડ ઘણા બધા અસ્કયામત વર્ગોને પહોંચ આપી શકે છે. અને ફંડ એસેટ ફાળવણીનો હાઈબ્રિડ પ્રકાર જોતાં ફંડ મેનેજર માટે બજારની સ્થિતિઓને આધારે રોકાણ કરવાનું નક્કી કરવાનું આસાન બની જાય છે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી- એસેટ ફંડ તેણી શ્રેણીમાં ઉત્તમ છે અને 20 વર્ષથી વધુ સાતત્યતાભરી કામગીરી જોતાં રોકાણકારો માટે આદર્શ પસંદગી છે. મલ્ટી-એસેટ હાઈબ્રિડ શ્રેણીમાં યોજનાઓમાં ફંડે ઓક્ટોબર 2002 (અગાઉનું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ડાયનેમિક)માં આરંભથી વાર્ષિક ચક્રવૃદ્ધિએ અધધધ 21.13 ટકા વળતરો (31 ઓગસ્ટ, 2023ના રોજ) સાથે વર્ષોનાં વહાણાં વીતવા સાથે ઉત્તમ વિક્રમ ધરાવે છે.
અસ્કયામતોમા ફેલાયેલા ડાઈવર્સિફાઈ પોર્ટફોલિયોમાં રોકાણ લાંબે ગાળે મહત્તમ જોખમ સમાયોજિત વળતરોની ખાતરી રાખે છે. મુખ્યત્વે મલ્ટી- એસેટ અભિગમનો અર્થ ઈક્વિટી, ડેબ્ટ અને સોનામાં રોકાણ કરવાનો છે. આ ત્રણ અસ્કયામતોમાં વધઘટ એકબીજા પ્રત્યે અસંબંધિત છે, કારણ કે તેમની ગતિશીલતા અલગ છે. મલ્ટી-એસેટ અભિગમ લેવાય ત્યારે તમને ફંડ મેનેજરના નજરિયાથી પોર્ટફોલિયો ડાઈવર્સિફિકેશન અને અનુકૂળ અસ્કયામત ફાળવણી મમળે છે. રોકાણકારો અસ્કયામત વર્ગોમા તેજીમાં પણ ભાગ લઈ શકે છે અને અસ્થિર બજાર દરમિયાન નીચામાં પણ નિયંત્રણ રાખી શકે છે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી-એસેટ જેવાં ફંડ્સ એકસામટી રકમ અને એસઆઈપી રોકાણો માટે પણ અનુકૂળ છે.
ઈક્વિટીઃ તે સામાન્ય રીતે તમારા પોર્ટફોલિયોમાં મુખ્ય સંપત્તિ નિર્માણકર્તા છે. આનું આસાન કારણ તે 7-10 કે વધુ લાંબા સમયગાળાથી ઉત્તમ વળતરો ઊપજાવે છે. અસ્કયામત વર્ગ તરીકે મુખ્ય નાણાકીય લક્ષ્યો માટે બચત કરવા તે સૌથી અનુકૂળ માર્ગ છે.
નિશ્ચિત આવકઃ ડેબ્ટ ડાઈવર્સિફિકેશન પૂરું પાડે છે અને વિવિધ સમયરેખાઓમાં સ્થિર વળતરોનો સ્રોત છે. તે આવક નિર્મિતી માટે આદર્શ છે.
સોનું : સામાન્ય રીતે સોનું મોંઘવારી સામે ઉત્તમ હેજ માનવામાં આવે છે. તે ડાઈવર્સિફાયર પણ છે. આ પીળી ધાતુએ છેલ્લાં સાતમાંથી છ વર્ષમાં (તિથિ વર્ષ 2016થી તિથિ વર્ષ 2022) વ્યાપક માર્જિન સાથે મોંઘવારીને પાછળ મૂકી દીધી છે.
ગત એક, ત્રણ, પાંચ અને 10 વર્ષના ધોરણે પોઈન્ટ-ટુ-પોઈન્ટ આધારે ફંડે તેની શ્રેણીમાં સતત શ્રેષ્ઠતમમાં રહ્યું છે. આ સર્વ સમયરેખામાં તેણે મલ્ટી-એસેટ ફંડ્સનાં શ્રેણીની સરેરાશનાં વળતરોનેપાછળ રાખ્યાં છે. શ્રેણીની સરેરાશમાં ઉત્તમ કામગીરીની સપાટી આ સમયગાળામાં 6-10 ટકાવારીપોઈન્ટ્સની શ્રેણીમાં રહી છે.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.