ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયાના કેવિન ક્વિન્ટલે 2023 એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ ફિનાલેમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું
2023 એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડમાં દિલધડક એક્શન અને દ્રઢ નિર્ધાર જોવા મળ્યો. ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમના રાઈડર્સ એશિયા પ્રોડક્શન 250સીસી ક્લાસ (AP250 ક્લાસ)માં થાઈલેન્ડના ચાંગ ઈન્ટરનેશનલ સર્કિટના ટ્રેક પર રોમાંચક મુકાબલો કરી રહ્યા હતા.
એશિયા પ્રોડક્શન 250સીસી ક્લાસ (AP250 ક્લાસ) રેસ 2: કેવિન ક્વિન્ટલે 6 પોઈન્ટ ઉમેરીને 10મા સ્થાને ચેકર્ડ લાઈન પાર કરીને રેસ 2માં મજબૂત પ્રદર્શન દર્શાવ્યું. 2023 એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડમાં દિલધડક એક્શન અને દ્રઢ નિર્ધાર જોવા મળ્યો. ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમના રાઈડર્સ એશિયા પ્રોડક્શન 250સીસી ક્લાસ (AP250 ક્લાસ)માં થાઈલેન્ડના ચાંગ ઈન્ટરનેશનલ સર્કિટ (બુરીરામ)ના ટ્રેક પર રોમાંચક મુકાબલો કરી રહ્યા હતા.
2023 એશિયન રોડ રેસિંગ ચેમ્પિયનશિપમાં 10 લેપ રેસ દરમિયાન ભારતીય જોડી, કેવિન ક્વિન્ટલ અને મોહસિન પરંબને, તેમના રાઇડિંગ કૌશલ્ય અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કર્યું. રેસ 2માં, ગ્રીડ 11 થી શરૂ કરીને, કેવિન ક્વિન્ટલે 2023 એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપની છેલ્લી રેસમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને અંતિમ રાઉન્ડમાં વિજય માટે તેની શોધ ચાલુ રાખી. ઉત્તેજના વધુ તીવ્ર બની જ્યારે તેણે ખૂબ જ વ્યૂહાત્મક રીતે તેનો માર્ગ અપનાવ્યો અને અન્ય રાઇડર્સને મજબૂત સ્પર્ધા આપીને ટ્રેક પર તેની મર્યાદાને આગળ ધપાવી. તેણે કુલ 18:56.590ના સમય સાથે 10મા સ્થાને ચેકર્ડ લાઇન પાર કરી. દરમિયાન મલ્લપુરમના તેના સાથી મોહસીન પરંબને કમનસીબે AP250સીસીની રેસ 2 પૂરી કરી ન હતી.
રેસ 1માં, બપોરની ગરમીમાં, કેવિન ક્વિન્ટલે સમગ્ર રેસ દરમિયાન સાતત્ય જાળવી રાખીને અતૂટ ધ્યાન અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું. પડકારોનો સામનો કરવા છતાં, કેવિને એક મજબૂત સ્થાન પ્રાપ્ત કરીને ટ્રેક પર પોતાનું પરાક્રમ દર્શાવ્યું. કમનસીબે, છેલ્લા કેટલાક લેપ્સમાં મિકેનિકલ ફેલ્યોરના લીધે તે રેસ પૂરી ન કરી શક્યો. જો કે, ત્યાં સુધીનું તેનું પ્રદર્શન તેની પ્રતિબદ્ધતા અને રેસિંગ કુશળતા દર્શાવે છે. મોહસિને 20મા સ્થાનેથી રેસની શરૂઆત કરી હતી. વ્યૂહાત્મક ચાલ અને એક્સપર્ટ થ્રોટલિંગ દ્વારા, મોહસિને 16મું સ્થાન મેળવ્યું અને ટ્રેક પર મજબૂત સ્પર્ધા સામે તેની ક્ષમતા સાબિત કરી.
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન શુભમન ગિલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બેટિંગથી શાનદાર શરૂઆત કરી હતી અને બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર અણનમ સદી ફટકારી હતી. હવે, ગિલની આ ઇનિંગ પછી, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે તેની પ્રશંસા કરી છે અને એક મોટી આગાહી પણ કરી છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, ગાંધીધામ શ્રી અમિત કુમાર એ એસબીડી નેશનલ ઓપન ક્લાસિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 19 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન પંજાબના ફગવાડા ખાતે આયોજિત કરવામાં આવી છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ આજે પાકિસ્તાનના લાહોરમાં રમાશે, જ્યાં પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. બંને ટીમો તાજેતરની ODI શ્રેણીમાં સંઘર્ષ કરી રહી છે અને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરવા માટે ઉત્સુક રહેશે.