IHCLએ ગુજરાતમાં તાજ ગાંધીનગર રિસોર્ટ અને સ્પા ખોલવાની જાહેરાત કરી
ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) એ આજે ગુજરાતમાં તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ખોલવાની જાહેરાત કરી છે. વૈશ્વિક કક્ષાની સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓથી સજ્જ અને સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવતી આ એક વૈભવી હોટેલ છે.
ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) એ આજે ગુજરાતમાં તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ખોલવાની જાહેરાત કરી છે. વૈશ્વિક કક્ષાની સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓથી સજ્જ અને સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવતી આ એક વૈભવી હોટેલ છે.
IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પુનીત ચટવાલે જણાવ્યું હતું કે, “ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પદાર્પણ
સાથે IHCL ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ વિસ્તારી રહી છે. તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના અનાવરણ સાથે, અમે માત્ર મનોરંજન અને
સામાજિક કાર્યક્રમોની વધતી જતી માંગને પૂર્ણ કરી રહ્યાં નથી, પરંતુ આ શહેરને વૈશ્વિક પ્રવાસી નકશા પર પણ મૂકી રહ્યા છીએ. રાજ્યના મહત્વના
શહેરોની નજીકમાં આવેલો આ તાજ બ્રાન્ડેડ રિસોર્ટ મહેમાનો માટે એક ખૂબ જ શાંત અને આહલાદક અનુભવ પૂરો પાડશે.
આ ૧૧૮ કી રિસોર્ટ લીલોતરી અને મનમોહક જલાશયોથી ઘેરાયેલા છ એકર વિસ્તારમાં પથરાયેલો છે. રિસોર્ટમાં બ્યૂ ડોમ, ભવ્યાતિભવ્ય કમાનો અને ડિઝાઈનો સાથે સુસજ્જ સ્તંભો સહિતની ભૂમધ્ય હેસિન્ડા શૈલીની ડિઝાઇન; વિભિન્ન ચિત્રકૃતિઓ અને કલાકૃતિઓ સાથે અપ્રતિમ બની રહે છે. અમદાવાદ એરપોર્ટથી ખૂબ જ આરામદાયક રીતે આ રિસોર્ટમાં પહોંચી શકાય છે. તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા દરેક સમયે વૈશ્વિક સ્તરની વિવિધ સ્વાદિષ્ટ અને મનપસંદ વાનગીઓ પીરસે છે. ચા ના શોખીનો માટે વિવિધ શ્રેણીની ચા ના વિકલ્પો સાથેની ટી લાઉન્જ ચા પ્રેમીઓને આકર્ષે એવી છે. સપા કાફેમાં ઓર્ગેનિક પ્લાન્ટ આધારિત વિશાળ શ્રેણીની તંદુરસ્તી પ્રદાન કરતી વાનગીઓ પીરસવામાં આવશે.
અહીના જે વેલનેસ સર્કલ સ્પામાં મહેમાનો સ્વાસ્થ્યની અનેક સુવિધાઓ મેળવી શકે છે જેમાં ભારતની સમૃદ્ધ અને પ્રાચીન હીલિંગ પરંપરાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્પાની સુવિધાઓમાં બાર ટ્રીટમેન્ટ રૂમ, રિલેક્સેશન લાઉન્જ, સેન્સરી લાઉન્જ, મેડિટેશન રૂમ, અત્યાધુનિક ફિટનેસ સેન્ટર, ટર્કિશ હમ્મામ અને ઉત્તમ આયુર્વેદ સેન્ટરનો સમાવેશ થાય છે. ખુલ્લામાં મોજ માણવા ઇચ્છુક અતિથિઓ માટે સ્ક્વોશ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ગેમ્સ, બાળકો માટે વિશિષ્ટ પ્લે ઝોન અને સ્વિમિંગ પૂલથી સજ્જ મનોરંજક પ્રવૃત્તિઓ પ્રદાન કરવામાં આવે છે.
આ રિસોર્ટમાં આવેલો પાંચ હજાર ચોરસ ફૂટનો પિલરલેસ બેન્ક્વેટ હોલ અને બે એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી લોન કોન્ફરન્સ અને હાઇ સોસાયટી
સામાજિક પ્રસંગો માટે ઉત્કૃષ્ટ અને આદર્શ સ્થળ બની રહે છે. તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના જનરલ મેનેજર તરોનિશ કરકરિયાએ જણાવ્યું હતું કે “અમારા મોંગેરા મહેમાનોને ગુજરાતની પરંપરાઓ અને આધુનિક સુખ સુવિધાઓના સુભગ સમન્વય થાય એવા આહલાદક અનુભવ પ્રદાન કરવા સાથે; અમે ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવવા માટે ઉત્સુક છીએ. અમે તાજની ટ્રેડમાર્ક સમાન ઉષ્માસભર સેવા સાથે અમારા માનવંતા મહેમાનોનું સ્વાગત કરવા ઉત્સુક છીએ.”
ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર એ વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિનું મિશ્રણ છે અને 'અક્ષરધામ' જેવા આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ સ્થળોથી સુસજ્જ છે. આ હોટેલના ઉમેરાવાથી, IHCL પાસે સમગ્ર ગુજરાતમાં તાજ, સેલીકશન, વિવાંતા અને જીંજર બ્રાન્ડની ૨૧ હોટેલો હશે જેમાંની ચાર હોટેલ આકાર પામી રહી છે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.