આઇઆઇએમ સંબલપુરે દિલ્હી કેમ્પસમાં વર્કિંગ પ્રોફેશ્નલ્સ માટે પ્રથમ એમબીએ બેચનો પ્રારંભ કર્યો
ભારતની પ્રમુખ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન્સ પૈકીની એક આઇઆઇએમ સંબલપુરે દિલ્હીમાં વર્કિંગ પ્રોફેશ્નલ્સ માટે તેની પ્રથમ એમબીએ બેચનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ આઇઆઇએમ સંબલપુર માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.
ભારતની પ્રમુખ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન્સ પૈકીની એક આઇઆઇએમ સંબલપુરે દિલ્હીમાં વર્કિંગ પ્રોફેશ્નલ્સ માટે તેની પ્રથમ એમબીએ બેચનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ આઇઆઇએમ સંબલપુર માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે, જ્યાં વર્કિંગ પ્રોફેશ્નલ્સ અને ઉદ્યોગસાહસિકોનો સમૂહ પોતાની પ્રોફેશ્નલ સફરની સાથે-સાથે મેનેજમેન્ટ એજ્યુકેશનને પણ આગળ ધપાવી શકે છે. આ પ્રોગ્રામની વિશેષતા એ છે કે તે ફંક્શનલ ડોમેન ઉપરાંત ડેટા સાયન્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપમાં વિશેષતા પ્રદાન કરે છે.
આ પ્રસંગે એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ, નવી દિલ્હીના સંયુક્ત સચિવ ડો. આલોક કુમાર મિશ્રાએ માહિતી આપી હતી કે નેશનલ એજ્યુકેશન પોલીસીમાં શરૂ કરાયેલી ક્રેડિટ પ્રણાલી વિદ્યાર્થીઓને દેશમાં અને બીજા દેશોની ઇન્સ્ટિટ્યૂશન્સમાં ભાગ લેવાની મંજૂરી આપે છે.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા ગુગલ ક્લાઉડ કન્સલ્ટિંગના લીડ કન્સલ્ટન્ટ શતાનીક ગોસ્વામીએ આઇઆઇએમ સંબલપુરના પ્રોફેસર મહાદેવ જયસ્વાલને આ ઉપલબ્ધિ અંગે અભિનંદન પાઠવ્યાં હતાં તેમજ પ્રોડક્ટ મેનેજમેન્ટની મુખ્ય વિશેષતાઓ ઉપર ચર્ચા કરી હતી. તેમણે સ્ટાર્ટ-અપના ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો એટલે કે બિઝનેસ, ઇન્ટરેસ્ટ અને એક્સપિરિયન્સને એકબીજા સાથે જોડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઇપણ સ્ટાર્ટઅપને ઝડપથી આગળ વધવા માટે આમાંથી ઓછામાં ઓછા બે સ્તંભોનું એકબીજા સાથે જોડાણ હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રોડક્ટ મેનેજરની જવાબદારી છે કે તે પ્રોડક્ટને ટકાઉ અને લાભદાયી બનાવવાની રીત પણ શોધે. પ્રોડક્ટ મેનેજર જ કોઇપણ પ્રોડક્ટના નિર્માણ, શિપિંગ અને સફળતા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે.
આઇઆઇએમ સંબલપુરના ડાયરેક્ટર પ્રોફેસર મહાદેવ જયસ્વાલે કહ્યું હતું કે, અમે જોયું છે કે હાલના સમયમાં જેમ-જેમ ઉદ્યોગો વિકસિત થઇ રહ્યાં છે, તેમ મેનેજમેન્ટ એજ્યુકેશનની જરૂરિયાત પણ વિકસિત થઇ રહી છે. આજે આપણે ઇનોવેશન આધારિત ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીએ તે ખૂબજ જરૂરી છે. આ પરિદ્રશ્યને જોતાં ભારતીય બિઝનેસ સ્કૂલમાં ઇનોવેશન અને ઇન્ટિગ્રેશનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતો સર્જાઇ છે. મારું માનવું છે કે આગામી સમયમાં આ બાબતો દેશના જીડીપી ઉપર સકારાત્મક પ્રભાવ પેદા કરશે. અમે શિક્ષામાં સમાવેશકતા અને લૈંગિક વિવિધતાની દિશામાં કામ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે વિદ્યાર્થીઓને ડિજિટલ ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી અને ઇનોવેશનમાં નેતૃત્વ કરવા માટે સક્ષમ કરતાં ઉદ્યોગ સાહસિકતાની માનસિકતા અપનાવવા તથા સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ.
આ પ્રસંગે એસસી જોનસનના પૂર્વ સીઇઓ પ્રોફેસર રાજીવ ટંડને પ્રોડક્ટ મેનેજમેન્ટ ઇન ધ એરા ઓફ 4.0 થીમ ઉપર મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે બ્રાન્ડ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં બદલાતા દ્રષ્ટિકોણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પ્રોડક્ટમાં કરાયેલા રોકાણ ઉપર રિટર્ન અને તેમાં વધારો કરવા માટે સમર્પિત, હાઇ ફ્રિકવન્સી યુઝર્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ વિશે પણ જાણકારી આપી હતી. આ દ્રષ્ટિકોણ સોશિયલ માર્કેટિંગ ઉપર વ્યવસાયિક ઉદ્દેશ્યોને પ્રાથમિકતા આપે છે તથા તેનો હેતુ વ્યાપકરૂપે સ્વિકૃત અને લાભદાયી પ્રોડક્ટ તૈયાર કરવાનો છે.
ઇન્ડિયા એક્સલેરેટરના સહ-સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર દીપક શર્માએ ઇનોવેશન આધારિત ઉદ્યોગ સાહસિકતાના કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરી હતી, તેમાં કાર્યક્ષમ અમલીકરણની સાથે કલ્પનાશીલ વિચારોના ફ્યુઝન ઉપર ભાર મૂકાય છે. તેમણે કહ્યું હતું કે ઇનોવેશનમાં વિચારો પેદા થાય છે, તેને અપનાવવા અને વ્યવસાયિક ધોરણે તેનો ઉપયોગ પણ સામેલ છે, જે ઉદ્યોગ સાહસિકતામાં વેલ્યુ ક્રિએટ કરવા તથા સામાજિક મુદ્દાઓનો સમાધાન માટે સંસાધનોનો ઉપયોગ તેમજ દરેક પરિસ્થિતિ માટે સજ્જ રહેવા ઉપર ભાર મૂકાય છે.
આ કાર્યક્રમની શરૂઆત એમબીએ ફોર પ્રોફેશ્નલ્સના ચેરપર્સન પ્રોફેસર પૂનમ કુમારે કરી હતી, જ્યારે કે પ્રોફેસર એસએચ રાવે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અમૃત મોહંતીએ કર્યું હતું.
વર્કિંગ પ્રોફેશ્નલ્સ માટે આઇઆઇએમ સંબલપુરની એમબીએની પ્રથમ બેચનો સૌથી પ્રેરણાદાયી હિસ્સો બનનાર જી એમ ગુપ્તા એક ઉદ્યોગ સાહસિક છે. તેમની ઉંમર 80 વર્ષથી વધુ છે અને દિલ્હીમાં એમબીએ પ્રોગ્રામમાં સામેલ થયાં છે. શ્રી ગુપ્તાએ ઉત્સાહપૂર્વક શીખવાના તેમના જુસ્સાને રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કોર્સમાં સામેલ થતાં પહેલાં તેમણે પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી છે. હાલમાં તેઓ ડિફેન્સ સેક્ટરના એક સ્ટાર્ટ-અપના માલીક છે તેમજ તેમણે ડીસીએમ શ્રીરામમાં લાંબા સમય સુધી કામ કર્યું છે. એક સ્ટાર્ટઅપના પ્રમુખ હોવા તરીકે તેમનું માનવું છે કે નવી ટેક્નોલોજી વિશે જાણકારી મેળવવી, કેસ સ્ટડીઝના માધ્યમથી જ્ઞાન તેમને પ્રભાવીરૂપે મેનેજ કરવા માટે સક્ષમ કરશે.
ઉલ્લેખનીય છે કે આઇઆઇએમ સંબલપુર 21,23 ડિસેમ્બર, 2023 દરમિયાન પ્રતિષ્ઠિત 'Pan IIM વર્લ્ડ મેનેજમેન્ટ કોન્ફરન્સ-2023'નું આયોજન કરશે. આ કોન્ફરન્સની થીમ હશે – ‘આંત્રપ્રિન્યોરિયલ ઈનોવેશન એન્ડ ડિજિટલ ગવર્નન્સ ફોર ઈન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ’. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય નવીન અને કાલ્પનિક પ્રયાસોની સંભાવનાનો ઉપયોગ કરવાનો છે.
તમિલનાડુમાં, તિરુચિરાપલ્લી જિલ્લામાં શાળાઓ અને કોલેજો બુધવારે આ પ્રદેશને અસર કરતા સતત વરસાદને કારણે બંધ રહેશે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી, અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા મંજૂર કી રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું,
કોંગ્રેસ પાર્ટી આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે, જે આવતા વર્ષની શરૂઆતમાં યોજાવાની છે અને તેણે પ્રિયવ્રત સિંહને ચૂંટણી માટે તેના "વોર રૂમ"ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.