આઇઆઇએમ સંબલુપરે નવમાં સ્થાપના દિવસે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું
આઇઆઇએમ સંબલપુરે તેના નવમાં સ્થાપના દિવસની ઉજવણી – “એક્સિલરેટિંગ સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ” થીમ સાથે કરી હતી. ESKYEN વેન્ચર્સના સુશાંત કુમારે સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આઇઆઇએમ સંબલપુરના ઇન્ક્યુબેશન સેન્ટરને 2 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ પ્રદાન કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.
આઇઆઇએમ સંબલપુરે તેના નવમાં સ્થાપના દિવસની ઉજવણી – “એક્સિલરેટિંગ સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ” થીમ સાથે કરી હતી. ESKYEN વેન્ચર્સના સુશાંત કુમારે સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આઇઆઇએમ સંબલપુરના ઇન્ક્યુબેશન સેન્ટરને 2 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ પ્રદાન
કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આઇઆઇએમ સંબલપુરના ઇન્ક્યુબેટ્સની ઉદ્યોગ સાહસિકતાની ક્ષમતાના નિર્માણ માટે આઇઆઇએમ સંબલપુર અને ઇન્ડિયા એક્સિલરેટર વચ્ચે સમજૂતી કરાર પણ થયાં હતાં.
ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ભારત સરકારના કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વિડિયો મેસેજ દ્વારા આઇઆઇએમ સંબલપુરને તેના નવમાં સ્થાપના દિવસ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઇન્ડિયા એક્સિલરેટર, સિડબી અને ફ્લિપકાર્ટ જેવાં બિઝનેસિસ સાથે આઇઆઇએમ સંબલપુર દ્વારા કરાયેલા જોડાણ અને ભાગીદારીની પ્રશંસા કરી હતી તથા સ્થાનિક વણકરો અને કારીગરોની આજીવિકામાં સહયોગ કરવા તથા ઉદ્યોગ સાહસિકતાને બળ આપવાની મહત્વતા દર્શાવી હતી. આ પ્રેરક વક્તવ્યમાં તેમણે વિદ્યાર્થીઓને આઇઆઇએમ સંબલપુરના ત્રણ સ્તંભો નવીનતા, સમાવેશકતા અને અખંડિતતાનો ઉપયોગ કરવાં આહ્વાન કર્યું હતું, જે તેમની તમામ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શક બની રહેશે. તેમણે કહ્યું હતું કે આઇઆઇએમ સંબલપુરે પ્રોફેશ્નલ સફળતા માટે જરૂરી જ્ઞાન અને ક્ષમતાઓ પ્રદાન કરી છે તથા તેમને હંમેશા મુખ્ય હેતુને યાદ રાખવા, શ્રેષ્ઠતા માટે પ્રયાસ કરવા, સમાજને પરત આપવા તેમજ મૂલ્યોને જાળવી રાખવા વિનંતી કરી હતી જેથી 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બની શકે.
અતિથિ વિશેષ તેમજ વેન્ચર્સ એન્ડ ઇન્ડસ કેપિટલ, યુએસએ,ના સ્થાપક અને પ્રિન્સિપાલ સુશાંત કુમારે રામ શ્રીરામ જેવાં શરૂઆતી રોકાણકારોના આત્મવિશ્વાસની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ ગુગલમાં પ્રથમ રોકાણકાર હતાં તથા લેરી પેજ અને સર્ગેઇ બ્રેઇનને ટેકો આપ્યો હતો કે જ્યારે કંપનીએ નુકશાન પણ કર્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કંપનીઓએ ભંડોળ ઉભું કરવું, લોનની પુનઃચૂકવણી અને રોજગારમાં સ્થિરતા જેવી બાબતોનો ઉકેલ લાવીને મૂળભૂત ચિંતાઓને દૂર કરીને આગળ વધવું જોઇએ. આ ઉપરાંત તેમણે આઇઆઇએમ સંબલપુર ખાતે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરના જંગી ભંડોળની
પણ જાહેરાત કરી હતી. તેમણે પ્રોફેસર જયસ્વાલ અને તેમની ટીમના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરીને ટૂંક સમયમાં પ્રોજેક્ટ અમલીકરણની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં આઇ-હબ ગુજરાતના સીઇઓ હિરણમય મહંતે સ્ટેન્ડપોર્ડ યુનિવર્સિટીની અનોખી પહેલ વિશે વાત કરી હતી. સ્ટેનફોર્ડને વર્ષ 1939માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ઇનોવેશન ફંડમાંથી 50,000 ડોલર મળ્યા હતા, પરંતુ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટેની તેમની રણનીતિ અસરકારક સાબિત થઇ. આજ
પ્રકારે ડો. જયસ્વાલના પ્રેરણાદાયી નેતૃત્વને કારણે આઇઆઇએમ સંબલપુર ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે આગેવાની લઈ શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી સંસ્થા પાસે ભવિષ્યને પ્રભાવિત કરવાની અદભૂત તક છે.
આ વેબિનારનો ઉદ્દેશ્ય હિતધારકોને કેન્દ્રિત ચર્ચામાં જોડવાનો અને બજેટ 2025 ની જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે વ્યૂહરચના ઘડવાનો છે.
આજે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ ૧૪૧૪ પોઈન્ટ ઘટીને બંધ થયો અને નિફ્ટી-૫૦ ૪૨૦ પોઈન્ટ ઘટીને બંધ થયો.
ડિમાન્ડ નોટિસમાં જણાવાયું છે કે માંગની નાણાકીય અસર GST (રૂ. 242.23 કરોડ), વ્યાજ (રૂ. 213.43 કરોડ) અને દંડ (રૂ. 24.22 કરોડ) જેટલી છે.