IND vs JAP, U19 Asia Cup 2024: ભારતે પ્રથમ મેચ જીતી, જાપાનને 211 રનથી હરાવ્યું
India vs Japan, U19 Asia Cup: અંડર-19 એશિયા કપમાં ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 211 રને જીતી લીધી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતનો આ પ્રથમ વિજય છે.
U19 Asia Cup 2024 IND vs JAP: ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2024માં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ભારતને પાકિસ્તાન સામે 43 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ જાપાન સામે મેચ રમી હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ જાપાનને 211 રનથી હરાવ્યું છે. આ મેચમાં જાપાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે જાપાનને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી જાપાનની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી અને ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર વરુણ એરોને 10 જાન્યુઆરીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બધુ બરાબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ ચહલ અને ધનશ્રી છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને બીજી વનડેમાં 113 રને હરાવ્યું છે. આ સાથે તેણે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.