IND vs PAK: કોહલીનો શાનદાર રેકોર્ડ, 77મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, સચિનને પાછળ છોડી દીધો
Virat Kohli Record: એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની વિસ્ફોટક શૈલી જોવા મળી હતી. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે કોલંબોમાં રમાઈ રહેલી એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં શાનદાર રીતે સદી ફટકારી છે.
Virat Kohli Record: એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની વિસ્ફોટક શૈલી જોવા મળી હતી. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે કોલંબોમાં રમાઈ રહેલી એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં શાનદાર રીતે સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 84 બોલમાં સદી ફટકારી છે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની આ મેચમાં 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીની વિસ્ફોટક ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સ સામેલ હતી. વિરાટ કોહલીએ હવે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 278 મેચમાં 13024 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 47 સદી અને 65 અડધી સદી પણ પોતાના નામે નોંધાવી છે.
વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ 47મી સદી છે. વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 13,000 રન પૂરા કર્યા છે. વિરાટ કોહલી વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 13,000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો છે. આ મામલે વિરાટ કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ 13,000 ODI રન પૂરા કરવા માટે 267 ઇનિંગ્સ લીધી, જે વિશ્વમાં સૌથી ઝડપી છે. સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13,000 વનડે રન પૂરા કર્યા હતા. રિકી પોન્ટિંગે 341 ઇનિંગ્સમાં 13,000 વનડે રન પૂરા કર્યા હતા. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 77 સદી પૂરી કરી છે.
1. સચિન તેંડુલકર (ભારત) - 49
2. વિરાટ કોહલી (ભારત) - 47*
3. રોહિત શર્મા (ભારત) - 30
4. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 30
1. સચિન તેંડુલકર (ભારત) - 100 સદી
2. વિરાટ કોહલી (ભારત) – 77 સદી
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 71 સદી
4. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 63 સદી
5. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 62 સદી
6. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – 55 સદી
1. સચિન તેંડુલકર (ભારત) – 18,426 રન
2. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 14,234 રન
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 13,704 રન
4. સનથ જયસૂર્યા (શ્રીલંકા) - 13,430 રન
5. વિરાટ કોહલી (ભારત) – 13,024 રન
1. સચિન તેંડુલકર (ભારત) – 34357 રન
2. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 28016 રન
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 27483 રન
4. મહેલા જયવર્દને (શ્રીલંકા) – 25957 રન
5. વિરાટ કોહલી (ભારત) – 25708 રન
6. જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા) - 25534 રન
7. રાહુલ દ્રવિડ (ભારત) – 24208 રન
બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સફર ચાઈના માસ્ટર્સ સુપર 750ના બીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ. સિંધુને સિંગાપોરની ખેલાડી સામે ત્રણમાંથી 2 સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સામે 1-0થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.
જેનિક સિનરે વર્ષનું તેનું આઠમું ટાઇટલ જીતીને અને તેની પ્રથમ વખતની નિટ્ટો એટીપી ફાઇનલ્સ ટ્રોફી જીતીને તેની 2024ની નોંધપાત્ર સિઝનને સમાપ્ત કરી. ઇટાલિયન સ્ટારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો