IND vs SL 1st T20I Live: શ્રીલંકાની ઇનિંગ્સ શરૂ, લક્ષ્યાંક 214 રન
IND vs SL 1st T20I Live: ભારત અને શ્રીલંકા વચ્ચે 3-મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે પલ્લેકેલેના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા.
IND vs SL 1st T20I મેચ લાઇવ: ભારતીય ટીમ 3 મેચની T20 શ્રેણી રમવા માટે શ્રીલંકા પહોંચી છે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના સુકાનીની જવાબદારી સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ આ ફોર્મેટમાં ભારતીય ટીમની આ બીજી સિરીઝ છે.
બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ પલ્લેકેલેના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકન ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ચારિથ અસલંકાએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 58 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રિષભ પંતે 49 રનની ઇનિંગ રમી હતી જ્યારે યશસ્વી જયસ્વાલે 40 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી બોલિંગમાં મથિશા પથિરાનાએ 4 વિકેટ ઝડપી હતી.
બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા શ્રીલંકાના સ્ટાર ખેલાડી વાનિન્દુ હસરાંગા ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
શ્રીલંકાના લેગ-સ્પિનર વાનિન્દુ હસરંગા રવિવારે દામ્બુલામાં બીજી T20Iમાં બોલિંગ કરતી વખતે ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2023 વર્લ્ડ કપ ફાઈનલ બાદ પ્રથમ વખત સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે.