INMEX SMM ઇન્ડિયા સેઇલને ટકાઉ ભવિષ્ય તરફ પ્રસ્થાપિત કરે છે: ગ્રીન શિપીંગ, નવીનતા અને સ્માર્ટ ઉકેલોના માર્ગે નેતૃત્ત્વ
મુંબઇ ખાતે આગામી 4થી 6 ઓક્ટોબર દરમિયાન એક્સ્પોની 13મી આવૃત્તિનો અનુભવ કરવા ઉદ્યોગ સજ્જ છે, જેનું આયોજન ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયા અને હેમબર્ગ મેસી ઉન્ડ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યુ છે.
મુંબઇ : દક્ષિણ એશિયાની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેવી INMEX SMM ઇન્ડિયા મુંબઇ ખાતેના બોમ્બે એક્ઝીબિશન સેન્ટર ખાતે 4તી 6 ઓક્ટોબર 2023 દરમિયાન તેની 13મી આવૃત્તિ સાથે ફરી આવી ગઇ છે. 200+ પ્રદર્શકો સાથે તે મેરીટાઇમ (દરિયાઇ) વૃદ્ધિના મધ્ય કેન્દ્ર તરીકે જાણીતી છે જેમાં જ્ઞાનની આપલે અને નવીનતા સાથે લેશે. ભારતના વ્યૂહાત્મક સ્થળનો લાભ ઉઠાવવાની સાથે મોટા શિપીંગ માર્ગો અને તેના 7,517 કિમીના દરિયા કિનારા સાથે તે દેશના આર્થિક વિકાસ માટે અગત્યનો છે ત્યારે ઇવેન્ટ અદ્યતન મેરીટાઇમ ટેકનોલોજીઝ અને પ્રોડક્ટસનું પ્રદર્શન કરશે જે હિસ્સાધારકોને અદ્તયન પ્રગતિઓ અને ઉદ્યોગના પ્રવાહોથી માહિતીગાર રહેવાની મંજૂરી આપશે.
ચાલુ વર્ષની આવૃત્તિ પરના ફોકસ પર ભાર મુકતા ઇન્ફોર્મા માર્કેટ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસએ જણાવ્યું હતુ કે, “INMEX SMM India 2023 તેના આર્થિક વિકાસમાં ભારતના દરિયાઈ ક્ષેત્રના મહત્વ અને એશિયા-પેસિફિક ક્ષેત્ર પર તેની સંભવિત અસરને પ્રકાશિત કરે છે. ભારત, પોર્ટ્સ, શિપિંગ અને આંતરદેશીય જળમાર્ગો માટે સક્રિય સરકારી નીતિઓ સાથે, દરિયાઈ ઉદ્યોગનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. સરકાર દ્વારા તાજેતરમાં રૂ. 10 લાખ કરોડથી વધુ રોકાણની તકોને ઓળખી કાઢવાની સાથે, આ ક્ષેત્ર ભારતમાં યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાનું વચન ધરાવે છે. ગ્રીન શિપિંગ અને પોર્ટ ડિજિટાઈઝેશન માટે 30%
સમર્થન સાથે સરકારની 'પંચ કર્મ સંકલ્પ' પહેલ ભારતની વૈશ્વિક દરિયાઈ સ્થિતિને વેગ આપી રહી છે. કાર્યક્ષમતા માટે જાણીતા ભારતીય બંદરો મેરીટાઇમ ઇન્ડિયા વિઝન (MIV) 2030ના લક્ષ્યોને હાંસલ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે નોંધપાત્ર રોકાણ આકર્ષે છે.
100% એફડીઆઈ અને નોંધપાત્ર રોકાણો દ્વારા ચિહ્નિત થયેલ પોર્ટ ક્ષેત્ર માટે ભારતનો અતૂટ ટેકો તેના દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ ધપાવી રહ્યો છે. 2035 સુધીમાં 82 અબજ ડોલરનું રોકાણ કરવાની નક્કર યોજના અને 2023-24ના કેન્દ્રીય બજેટમાં 180 કરોડની ફાળવણી સાથે, ભારત દરિયાઈ શ્રેષ્ઠતાનું સંચાલન કરી રહ્યું છે. પીપીપી હેઠળ ટુના-ટેકરા, દીનદયાલ પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલ અને મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ (MMLP) વિકાસ માટે ત્રિપક્ષીય કરાર જેવી મુખ્ય પહેલ, દરિયાઈ વૃદ્ધિ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ પ્રગતિએ INMEX SMM India 2023 માટે રોકાણ શોધખોળ, જ્ઞાનની આપલે અને ભારતના
સમૃદ્ધ મેરીટાઇમ લેન્ડસ્કેપમાં સક્રિય ભાગીદારી માટે પ્લેટફોર્મ તરીકે કામ કરવા માટે સ્ટેજ પ્રસ્થાપિત કર્યુ છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.