આઇનોક્સ ઈન્ડિયા લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું
પ્રતિષ્ઠિત બ્રાન્ડ INOXCVA ની પ્રમોટર અને ઔદ્યોગિક ગેસ સેક્ટરની અગ્રણી કંપની INOX ઇન્ડિયા લિમિટેડએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે.
પ્રતિષ્ઠિત બ્રાન્ડ INOXCVA ની પ્રમોટર અને ઔદ્યોગિક ગેસ સેક્ટરની અગ્રણી કંપની INOX ઇન્ડિયા લિમિટેડ (ધ કંપની) એ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે.
કંપની પ્રમોટર શેરહોલ્ડરના સેલિંગ અને અન્ય શેરહોલ્ડરના સેલિંગ (ઓફર ફોર સેલ) દ્વારા 2,21,10,955 ઇક્વિટી શેર્સ (₹ 2 ની ફેસ વેલ્યુ) સુધીના વેચાણ માટે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની પાસે ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને ક્રાયોજેનિક કંડિશન માટે ઈક્વિપમેન્ટ અને સિસ્ટમ્સના ઇન્સ્ટોલેશનમાં સોલ્યુશન ઓફર કરવાનો 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે ક્રાયોજેનિક સાધનોના ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ INOXCVA વિકસાવી છે.
આ ઓફર ફોર સેલમાં સિદ્ધાર્થ જૈન દ્વારા 10,437,355 સુધી ઇક્વિટી શેરો, પવન કુમાર જૈન દ્વારા 5,000,000 સુધી શેર, નયનતારા જૈન દ્વારા 5,000,000 ઇક્વિટી શેર, ઇશિતા જૈન દ્વારા 1,200,000 શેર (પ્રમોટર શેરહોલ્ડરો), મંજુ જૈન દ્વારા 230000 શેર, લતા રૂંગટા દ્વારા 190,000 સુધી શેર, ભારતી શાહ દ્વારા 13,400 સુધી શેર, કુમુદ ગંગવાલ દ્વારા 13,400 સુધી શેર, સુમન અજમેરા દ્વારા 13,400 સુધી શેર, રજની મોહટ્ટા (અન્ય શેરધારકો) દ્વારા 13,400 સુધી ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઇક્વિટી શેરને સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. કંપનીની ઓફરમાં સ્ટાન્ડર્ડ ક્રાયોજેનિક ટેન્ક અને સાધનો, બેવરેજ કેગ્સ, બિસ્પોક ટેક્નોલોજી, ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ તેમજ મોટા ટર્નકી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે જેમ કે ઔદ્યોગિક ગેસ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (“LNG”), ગ્રીન હાઇડ્રોજન, ઊર્જા, સ્ટીલ, તબીબી અને આરોગ્યસંભાળ, રસાયણો અને ખાતરો, ઉડ્ડયન અને એરોસ્પેસ, ફાર્માસ્યુટિકલ્સ અને બાંધકામમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત કંપની વૈશ્વિક સાયન્ટિફિક રિસર્ચ પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવાતા ક્રાયોજેનિક ઈક્વિપમેન્ટની શ્રેણીનું ઉત્પાદન કરે છે. નાણાકીય વર્ષ 2022માં આવકની દૃષ્ટિએ કંપની ભારતમાંથી ક્રાયોજેનિક ટેન્કની સૌથી મોટી નિકાસકાર હતી.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.