IPL 2023 : હાર્દિકની સેનાએ મચાવ્યો હાહાકાર, કોલકાતાને 7 વિકેટથી હરાવી ટોપ પર પહોચી
IPL 2023ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટે હરાવ્યું. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતાએ ગુજરાતને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 13 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો
IPL 2023 : IPL 2023ની મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટે હરાવ્યું હતું. 29 એપ્રિલ (શનિવાર)ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતાએ ગુજરાતને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 13 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ગુજરાતની જીતનો હીરો વિજય શંકર રહ્યો હતો જેણે અણનમ 51 રન બનાવ્યા હતા.કોલકાતાઃ IPL 2023માં ગુજરાત ટાઇટન્સે વધુ એક મેચ જીતી લીધી છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ટીમે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાએ 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ગુજરાતે 17.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. તેના માટે ડેવિડ મિલરે 18 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 32 રન ફટકાર્યા હતા, જ્યારે વિજય શંકરે 24 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 51 રન ફટકાર્યા હતા. ગુજરાતની 8 મેચમાં આ 6મી જીત છે અને આ સાથે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતની ટીમમાં કોઈ ફેરફાર નથી. કોલકાતાના સુકાની નીતીશ રાણાએ કહ્યું કે જો તે ટોસ જીત્યો હોત તો તેણે પહેલા બેટિંગ કરી હોત. હર્ષિત રાણાને ઉમેશ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો જેને હેમસ્ટ્રિંગ છે, જ્યારે જેસન રોયને પીઠની ફરિયાદ છે, તેના સ્થાને રહેમાનુલ્લા ગુરબાઝને તક મળી છે. શાર્દુલ ઠાકુર પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો.
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સની ટીમ હવે આ જીત સાથે ટોચ પર આવી ગઈ છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 8માંથી 6 મેચ જીતી છે. બીજી તરફ કોલકાતાની ટીમે અત્યાર સુધી 9માંથી 3 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ ટીમ અત્યારે 7મા નંબર પર છે.
લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હતી અને રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી નોંધાવી હતી. આન્દ્રે રસેલે સાહાને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. આ પછી હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગિલ 49 રન (35 બોલ, 8 ફોર) બનાવીને સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો. તે જ સમયે, પંડ્યા 26 રનના સ્કોર પર હર્ષિત રાણાના હાથે આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર વરુણ એરોને 10 જાન્યુઆરીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બધુ બરાબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ ચહલ અને ધનશ્રી છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને બીજી વનડેમાં 113 રને હરાવ્યું છે. આ સાથે તેણે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.