વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ફ્રા લિમિટેડનો આઇપીઓ ખુલ્યો
બાંધકામ, માળખાકીય વિકાસ, ખાણકામ અને એકત્રીકરણના ક્ષેત્રોમાં અગ્રણી ખેલાડીઓ પૈકીની એક વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ફ્રા લિમિટેડે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ ઇનિશિયલ પબ્લિક ઑફર સાથે જાહેરમાં જવાની પોતાની યોજના જાહેર કરી છે.
બાંધકામ, માળખાકીય વિકાસ, ખાણકામ અને એકત્રીકરણના ક્ષેત્રોમાં અગ્રણી ખેલાડીઓ પૈકીની એક વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ફ્રા લિમિટેડે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ ઇનિશિયલ પબ્લિક ઑફર સાથે જાહેરમાં જવાની પોતાની યોજના જાહેર કરી છે. કંપનીનું લક્ષ્ય આ આઇપીઓના માધ્યમથી ₹4,998.00 લાખ એકત્ર કરવાનું છે, જેમાં ઇક્વિટી શેરોને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસજી ઇમર્જ”)ના ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કરવાનો પ્રસ્તાવ છે. આ આઇપીઓ પ્રત્યેક ₹10ના ફેસ વેલ્યુના 73,50,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ બનાવે છે.
માર્કેટ મેકર પોર્સન – 3,70,000 ઇક્વિટી શેર્સ
રીટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇઆઇ) - 34,90,000 ઇક્વિટી શેર્સ
નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ) - 34,90,000 ઇક્વિટી શેર્સ
આ આઇપીઓમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે ભંડોળ પુરૂં પાડવા, બાકી ઉધાર ચૂકવવા અથવા પૂર્વચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવશે. ઈશ્યુ 5 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે.
ઈશ્યુના લીડ મેનેજર ખંડવાલા સિક્યોરિટીઝ લિમિટેડ છે. ઈશ્યુના રજીસ્ટ્રાર કેમિયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ છે. વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ફ્રા લિમિટેડના હોલ ટાઇમ ડિરેક્ટર અને સીઇઓ શ્રી સનલ કુમાર વીએ જણાવ્યું, અમે અમારા બે દાયકાથી વધુના અનુભવ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારના ભારનો લાભ ઉઠાવીને વિવિધ શ્રેણીના બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો અમલ કર્યો છે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને હેન્ડલ કરવામાં અમારી ક્ષમતાઓને વધારે છે. વધુમાં, અત્યાધુનિક ક્રશર પ્લાન્ટ્સ અને ક્રશર સેન્ડ પ્લાન્ટ્સના અમારા ઉપયોગથી અમને માઇનિંગ વિભાગમાં ઉત્પાદન લાભ મળે છે.
આઇપીઓ ભંડોળ અમને જરૂરી કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી પાડશે, જે અમને વધુ સંખ્યામાં પ્રોજેક્ટ્સ હાથ ધરવા અને અગ્રણી ઇન્ફ્રા કંપની બનવાના અમારા લાંબા ગાળાના વિઝનને હાંસલ કરવાની મંજૂરી આપશે. વધુમાં, આઇપીઓ અમારી વિઝિબિલિટી અને બ્રાન્ડને પણ વધારશે.ખંડવાલા સિક્યોરિટીઝ લિમિટેડના એસોસિયેટ ડિરેક્ટર શ્રી રિનવ માનસેતાએ જણાવ્યું, દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર સરકારના સતત ભાર સાથે, વિષ્ણુસૂર્યા જેવી કંપનીઓ માટે નોંધપાત્ર તકો છે. તેમના સ્થાપિત ટ્રેક રેકોર્ડ અને આઇપીઓ ભંડોળને જોતાં, કંપની સ્પષ્ટપણે આગામી વર્ષોમાં નોંધપાત્ર વિકાસ માટે તૈયાર છે. પોતાની પ્રભાવશાળી ક્ષમતાઓ સાથે, વિષ્ણુસૂર્યા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ બનવા માટે તૈયાર છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.