ઈન્ડિયા પૉસ્ટના સહયોગમાં ITC બહાર પાડે છે મિલેટ્સ પરની વિશેષ ટપાલ ટિકિટ
ભારતના મલ્ટિ-બિઝનેસ સાહસોમાંથી એક ITC લિમિટેડે ટપાલ ખાતા,સંચાર મંત્રાલયના સહયોગમાં આજે નવી દિલ્હીમાં એક વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સની ઉજવણીના માનમાંશરૂ કરાયેલી ITC ની પહેલ મિશન મિલેટના ભાગ રૂપે, શ્રી અન્નની ઉજવણી કરતી વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડવામાંતથા મિલેટ્સ વિશે રાષ્ટ્રવ્યાપી જાગરુકતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
2023:ભારતના મલ્ટિ-બિઝનેસ સાહસોમાંથી એક ITC લિમિટેડે ટપાલ ખાતા, સંચાર મંત્રાલયના સહયોગમાં આજે નવી દિલ્હીમાં એક વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સની ઉજવણીના માનમાંશરૂ કરાયેલી ITC ની પહેલ મિશન મિલેટના ભાગ રૂપે, શ્રી અન્નની ઉજવણી કરતી વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડવામાંતથા મિલેટ્સ (જાડું ધાન્ય) વિશે રાષ્ટ્રવ્યાપી જાગરુકતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વિશિષ્ટ ટપાલ ટિકિટનું વિમોચન આજે ભારત સરકારના કૃષિ અને ખેડૂત વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન, શ્રી કૈલાશ
ચૌધરીના હસ્તે ચિફ પૉસ્ટ માસ્ટર જનરલ, ડિપાર્ટમેન્ટ ઑફ પૉસ્ટ, સંવાદ મંત્રાલયનાં સુશ્રી મંજુ કુમાર અને ITC લિમિટેડના ગ્રુપ હૅડ- ઍગ્રી બિઝનેસ, શ્રી એસ. સિવકુમારની હાજરીમાં નવી દિલ્હી ખાતે થયું હતું. માનનીય વડા પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી મિલેટ્સ વિશેની ચળવળ બાબતે જાગરુકતા લાવવા તથા ભારતને વધુ સારી રીતે આહાર લેવામાં મદદ કરવા (હૅલ્પ ઈન્ડિયા ઈટ બેટર) માટે ITC કટિબદ્ધ છે.
મહાન સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતા લોકો અથવા ચળવળોને અમરત્વ પ્રદાન કરવા માટે વિશ્વભરમાં ટપાલ ટિકિટોને માનનું પ્રતીક ગણવામાં આવે છે. શ્રી અન્નની ઉજવણી કરવા માટે ટપાલ ખાતા અને સંચાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ITC મિશન મિલેટ્સ ટપાલ ટિકિટ, ભારતમાં મિલેટ વિશે શિક્ષણ, સશક્તીકરણ અને તેની ખેતી તથા ઉપયોગને પ્રોત્સાહન આપવાના ITC ના પ્રયાસમાં એક સીમાચિહ્ન છે.
વિશષ્ટ ITC મિશન મિલેટ્સ ટપાલ ટિકિટ ખેડૂતોની મહત્વની ભૂમિકા અને ટકાઉ ખેતીથી પોષણયુક્ત ફૂડ પ્રોડક્ટ્સ તથા મિલેટ-આધારિત સ્વાદિષ્ટ રેસિપી અને વાનગીઓને જોડવાના પ્રયાસને સ્વીકૃતિ આપે છે. ટપાલ ટિકિટ પરની રજૂઆતમાં એક અનોખું રેખાચિત્ર છે જે ITC ના ઍગ્રો બિઝન્સ ડિવિઝન, ફૂડ બિઝનેસ ડિવિઝન અને ITC હોટેલ્સના એકત્રિત અને સમન્વયક પ્રયાસોનું ચિત્રણ છે, આ પ્રયાસોમાં મિલેટની ટકાઉ ખેતી ઉપરાંત સ્વાસ્થ્યપ્રદ મિલેટ્સનો સ્વાદ ગ્રાહકો કેળવે એ માટેની મદદનો પણ સમાવેશ થાય છે. ITC એ મિલેટ્સ-આધારિત પ્રોડક્ટ્સની શ્રેણી પારંપારિક તથા આધુનિક સ્વરૂપોમાં, ભોજનના તમામ પ્રસંગો માટે વિકસાવી છે, જેમાં રેડી ટુ ઇટ ફૂડ પ્રોડક્ટ્સ, કૂકીઝ, નૂડલ્સ, સેવઈ, ચોકોસ્ટિક્સ, નાસ્તા અને મલ્ટિ મિલેટ મિક્સ અને રાગીનો લોટ જેવા મુખ્ય આહારનો પણ સમાવેશ થાય છે. ITC હોટેલ્સે પણ પોતાના બૂફે વિકલ્પમાં મિલેટ્સ આધારિત વિશિષ્ટ પાકકળાઓ-વાનગીઓનો સમાવેશ કર્યો છે. ખેતરથી ITC ની ફૂડ ઉત્પાદન ફેક્ટરીઝ સુધી અને આખરે ITC ના શૅફ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી પોષક વાનગીઓ સુધીના મિલેટ્સના પ્રવાસને ટપાલ ટિકિટ પર ઝીલવામાં આવ્યો છે.
ધરતી જેવા રંગો આ રેખાચિત્ર સાથે અનોખું સંયોજન રચે છે, જે શ્રી અન્ન અને તેના અસંખ્ય લાભોની ઉજવણી કરે છે. મર્યાદિત આવૃત્તિની સંગ્રહ કરવા યોગ્ય ડિજિટલ ટિકિટોના માધ્યમથી ગ્રાહકોને મિલેટ્સના હિમાયતી બનવા માટે પ્રોત્સાહન આપવા માટેની ITC નો પણ આ કાર્યક્રમ સાક્ષી બન્યો હતો. ટપાલ ટિકિટો આજે ધરોહર સમાન સ્મૃતિ-ચિહ્નનો હિસ્સો છે. આ ડિજિટલ સ્ટૅમ્પ દ્વારા ITC ગ્રાહકોને તેમના સક્રિય સહભાગ દ્વારા મિલેટ્સ વિશે જાગરુકતા ફેલાવવાની તક આપી રહ્યું છે. આ ધાન્યોની કોઈપણ આબોહવામાં ટકી જવાની ક્ષમતા ઉપરાંત પોષણથી છલોછલ તેના ગુણધર્મો વિકાસશીલ દેશોમાં સૂક્ષ્મ પોષક તત્વોની અછતને પહોંચી વળવામાં મદદરૂપ થઈ શકે છે. સંગ્રહ કરવા યોગ્ય ડિજિટલ ટપાલ ટિકિટો ગ્રાહકોને તેમના રોજબરોજના ભોજન અને નાસ્તામાં મિલેટ્સને અપનાવવાના તેમના ટેકાને સક્રિય પ્રતિજ્ઞાના રૂપમાં સક્ષમ બનાવે છે. મિલેટ્સ વિશે શિક્ષણ આપવાના, ખેડૂતોનું સશક્તીકરણ કરવાના અને મિલેટ્સનો ઉપયોગ વધારવાના ITC ના ઉદ્દેશ્યને આગળ વધારવાની દિશામાં આ નાવીન્યપૂર્ણ પહેલ એક પગલું છે. મિલેટ્સના હિમાયતી અને તેના સક્રિય પુરસ્કર્તા બનવા માટે ગ્રાહકો www.betterwithmillets.com વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
ચાલુ વર્ષમાં આ પહેલા, ITC એ પોતાની મિશન મિલેટ્સ પહેલનો શુભારંભ કર્યો હતો, જેથી મિલેટ્સને મુખ્યધારામાં લાવી શકાય. ITC એ પોતાના મિશનમાં સ્વાસ્થ્ય અને ટકાઉપણાને વણી લીધા છે તથા મિલેટની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને સક્રિયપણે શિક્ષિત કર્યા છે અને તેમનું સશક્તીકરણ કર્યું છે, આ સાથે જ ફૂડ અને હૉસ્પિટાલિટી ક્ષેત્રને પણ વણી લેવામાં આવ્યું છે, જેથી ગ્રાહકો પોતાના રોજબરોજના આહારમાં મિલેટ્સનો સ્વીકાર કરીશકે. ITC MAARS નો આધાર ધરાવતી મિલેટ્સની ખેતીમાં ITC એફપીઓને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. ITC MAARS એ એકીકૃત ‘ફિજિટલ’ પારિસ્થિતિકી તંત્ર છે, જે ખેડૂતોને જોડી રાખતી આપણી સદીઓ પુરાણી પદ્ધતિઓ સાથે ડિજિટલ પ્રગતિને જોડે છે. અમારા ઍગ્રી બિઝનેસે મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચ (આઈઆઈએમઆર), હૈદરાબાદ સાથેની ભાગીદારીમાં બે પીપીપી પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે.
જુલાઈ 25, 2023ના રોજ ટપાલ ટિકિટના વિમોચન કાર્યક્રમ દરમિયાન, રાજ્ય કક્ષાના કેન્દ્રિય પ્રધાન શ્રી કૈલાશ ચૌધરીએ શ્રી અન્નને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી વિશે જણાવતા કહ્યું હતું કે, ભારત વિશ્વમાં મિલેટ્સનું સૌથી મોટું ઉત્પાદક અને બીજા ક્રમનું નિકાસકાર છે. ભારતના માનનીય વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સ- 2023ની ઉજવણી જેવી અનેક પહેલો હાથ ધરી છે, જેમાં જી20 ઍગ્રીકલ્ચર મિનિસ્ટરલ મીટિંગ (એએમએમ), આઈસીએઆર-આઈઆઈએમઆર, હૈદરાબાદને ગ્લૉબલ સેન્ટર ઑફ ઍક્સ્લન્સ ઑન મિલેટ્સ (શ્રી અન્ન) તરીકે નિયુક્તિ, 2018માં મિલેટને પોષક-ધાન્ય તરીકે જાહેર કરવું અને પોષણ મિશન અભિયાન અંતર્ગત તેનો સમાવેશ કરવો જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.
શ્રી. સુનીલ શર્મા, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, ઈન્ડિયા પૉસ્ટે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે ટપાલ ટિકિટોદેશમાંની પ્રગતિશીલ પરિવર્તનોની સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વની ગણાય એવી ક્ષણોને સાચવે છે. ITC લિમિટેડ સાથેના સહયોગમાં બહાર પાડવામાં આવેલી કસ્ટમાઈઝ્ડ સ્ટેમ્પ, વિશ્વના સુપરફૂડ-
મિલેટ્સને મુખ્યધારામાં લઈ આવવાના પ્રવાસમાં એક સીમાચિહ્ન સમાન છે, માત્ર રાષ્ટ્રીય નહીં વૈશ્વિક સ્તરે પણ. આ અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ છે અને રાષ્ટ્રના સહિયારા પ્રયાસોને તે ફળદાયી બનાવશે. ”
ટપાલ ટિકિટના લૉન્ચ પ્રસંગે વાત કરતાITC Limitedના ગ્રુપ હૅડ, ઍગ્રી બિઝનેસ શ્રી. એસ. સિવકુમારે જણાવ્યું હતું કે, “મિલેટ્સને મુખ્યધારમાં લાવવા પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, આ પ્રયાસને ટેકો આપવા માટે, ITCએ ITC મિશન મિલેટ્સ નામની સમર્પિત પહેલ શરૂ કરી છે, જેને 3 આધારસ્તંભની વ્યૂહરચનાનું બળ મળ્યું છે. અમે વિકસાવેલા‘ગુડ-ફૉર-યુ’ ફૂડ્સ પોર્ટફોલિયોનો તેમાં સમાવેશ થાય છે, જે નાવીન્યતા ઉપરાંત મૂલ્ય-વર્ધિત તથા બજાર સાથે જોડાણને વધારવા પર ખાસ ભાર આપતી સુદૃઢ મિલેટ્સ ઍગ્રી મૂલ્ય શ્રૃંખલા સાથે ટકાઉ કૃષિ પદ્ધતિઓના અમલીકરણને પણ સમાવે છે. પોષણની દૃષ્ટિએ ચડિયાતા આહાર વિકલ્પ મિલેટ્સના લાભ વિશે ગ્રાહકોમાં જાગરુકતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત છે. ઈન્ડિયા પૉસ્ટના સહયોગમાં બહાર પડાયેલી આ વિશિષ્ટ ટપાલ ટિકિટ એ મિલેટ્સ માટે મોટું બજાર રચવાની આપણા સહિયારી આકાંક્ષા વિશે જાગરુકતા વધારવા માટે તથાતેની ઉજવણી બાબતની ITC ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
Earthquake: ભૂકંપના આંચકાથી મેઘાલયની જમીન ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી.
RRB Technician Result: આજે એટલે કે 19 માર્ચ 2025 ના રોજ, RRB ટેકનિશિયન ગ્રેડ 3 ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન બાદ, મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સોમવારે બપોરે ફહીમ શમીમ શેખ પણ તે વિરોધમાં સામેલ થયા હતા.