સાપુતારા ઘાટમાર્ગમાં ટામેટાં ભરેલો આઈસર ટેમ્પાએ પલ્ટી મારી
સાપુતારા ઘાટમાર્ગ પર શુક્રવારે ટામેટાંથી ભરેલો આઈસર ટેમ્પો પલટી ગયો હતો, પરંતુ ચમત્કારિક રીતે ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ થયો હતો. ટેમ્પોએ વળાંક પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.
સુશીલ પવાર, સાપુતારા: પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહીત ટામેટાનાં જથ્થાને જંગી નુકસાન થતા માલિકને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.આ બનાવમાં ચાલક સહીત ક્લીનરને નજીવી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 38 લોકો ઘાયલ થયા હતા. ભૂજ નજીક કેરા-મુન્દ્રા રોડ પર આ ભયાનક ટક્કર થઈ હતી
દુધાળા ગામે આવેલ વિશ્વાસ પેટ્રોલ પંપના સી.સી.ટી.વી કેમેરામા બે ડાલા મથા સિંહો થયા કેદ. દુધાળા થી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે બે સિંહો રોડ પસાર કરતા હોય તેવા સીસીટીવી કેમેરા મા કેદ.
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો.