ઈકરાએ વેદાંતાનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરી AA આપ્યું
ICRAએ વેદાંતા લિમિટેડનું લાંબા ગાળા માટેનું ક્રેડિટ રેટિંગ [ICRA]AA- થી [ICRA]AA અપગ્રેડ કર્યું છે, જે કંપનીની મજબૂત ક્રેડિટ પ્રોફાઈલને દર્શાવે છે. ટૂંકાગાળાના રેટિંગને પણ [ICRA]A1+ સાથે ફરી વખત પૃષ્ટી આપવામાં આવી છે.
ઈકરા (ICRA)એ વેદાંતા લિમિટેડનું લાંબા ગાળા માટેનું ક્રેડિટ રેટિંગ [ICRA]AA- થી [ICRA]AA અપગ્રેડ કર્યું છે, જે કંપનીની મજબૂત ક્રેડિટ પ્રોફાઈલને દર્શાવે છે. ટૂંકાગાળાના રેટિંગને પણ [ICRA]A1+ સાથે ફરી વખત પૃષ્ટી આપવામાં આવી છે. આ અપગ્રેડ એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે વેદાંતા ગ્રુપમાં મહત્વના ફેરફારો વચ્ચે જે લાંબાગાળાના વ્યૂહાત્મક વિકાસ અને આર્થિક મજબૂતી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
વેદાંતા લિમિટેડે રૂપિયા 22,000 કરોડ કરતાં વધારે ભંડોળ બનાવ્યું છે, જેમાં મુખ્યત્વે વર્તમાન રોકડ અનામત, હિસ્સેદારી વેચાણ તથા પોતાની પેટાકંપની હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ (એચઝેડએલ) પાસેથી પ્રાપ્ત ડિવિડન્ડનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં વેદાંતાએ પોતાની બેલેન્સ શીટમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેને પગલે ચોખ્ખા દેવાથી ઈબીઆઈટીડીએ રેશિયોમાં સુધારો થયો છે અને તે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.9Xથી સુધરીને અત્યારે 1.5X થયેલ છે. એવી જ રીતે માઈનિંગ સેક્ટરની અગ્રણી યુકેની મુખ્ય કંપની-વેદાંતા રિસોર્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2020માં ચોખા દેવામાં ઈબીઆઈટીડીએ 3.3Xથી 2.2X સુધીનો નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે.
વીઆરએલ તેના બાકી રહેલા બોન્ડ્સના એક નોંધપાત્ર હિસ્સાને રિફાયનાન્સ કરવા સક્રિયપણે પ્રયત્ન કરી રહ્યું છે, તેનો ઉદ્દેશ એન્ટીટીઝના સંકલિત વ્યાજ ખર્ચમાં વધુ ઘટાડો કરવાનો છે. તમામ પ્રકારના ડિલિવરેજીંગ પ્રયત્નો મારફતે ગ્રુપની એકંદર ફાયનાન્શિયલ ફ્લેક્સિબિલિટીમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ,2024માં એસએન્ડપી ગ્લોબલએ વીઆરએલના ક્રેડિટ રેટિંગને CCC+થી અપગ્રેડ કરીને B-/સ્ટેબલ કર્યું હતું.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.