ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની સરકારે સ્વીકારેલ માંગણીઓનો તાત્કાલિક અમલ નહીં થાય તો જલદ પગલાં લેવાશે
રાજ્યમાં ઓગષ્ટ મહિનામાં ટેન્ડર નહિ ભરવાના નિર્ણયને કારણે અંદાજે રૂ. 8000 કરોડના 2400 વિકાસલક્ષી કામો અટકયા.
અમદાવાદ : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની સરકારશ્રીએ માર્ચ 2022માં સ્વીકારેલ માંગણીઓનું અમલીકરણ છેલ્લા 18 માસથી કરવામાં આવતું ના હોવાથી ગુજરાતના તમામ કોન્ટ્રાકટરોએ તા. 01-08-2023થી અચોક્કસ મુદત સુધી ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડરો નહિ ભરવાનો નિર્ણય કર્યો છે, અને આ નિર્ણયનો ચુસ્ત અમલ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના તમામ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે છેલ્લા એક મહિનામાં બે વાર લેખિત રજુઆતો તા.25-07-2023 અને 13-08-2023ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી તથા સંબંધિત સચિવશ્રીઓશ્રી સમક્ષ કરવામાં આવી છે, અને રાજ્યના જુદા-જુદા જીલ્લાના સ્થાનિક કલેકટરશ્રીઓને પણ આ અંગે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારનો સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી.
આધારભૂત માહિતી અનુસાર હાલમાં ગુજરાત રાજ્યના અંદાજે Rs 8000 કરોડના 2400 કામોના ટેન્ડરોની જાહેરાતના તબક્કે છે. જે ગુજરાત રાજ્યના કોન્ટ્રાકટરો દ્વારા ટેન્ડર નહિ ભરવાના નિર્ણયને કારણે સમગ્ર રાજ્યના વિકાસલક્ષી કામો ખોરંભે પડેલ છે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની વારંવારની સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં આ અંગે સરકારશ્રી એસોસિએશનની વ્યાજબી માંગણીઓના અમલીકરણ બાબતે સંવેદનશીલ જણાતી નથી.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન જણાવે છે કે, સરકારશ્રી તરફથી અમારા પ્રતિનિધિઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અમલીકરણ બાબતે કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. તેથી એસોસીએશન દ્ધારા ટૂંકસમયમાં તમામ કોન્ટ્રાકટર ભાઇઓની એક મીટીંગ બોલાવવાનું આયોજન કરવામાં આવેલ છે, અને આ મીટીંગમાં એસોસિએશનની વ્યાજબી માંગણીઓના અમલીકરણ અંગે આગળ જલદ પગલાં લેવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.