બાળકોનું રસીકરણ એ સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ– ઋષિકેશ પટેલ
ઘોરણ ૫ અને ૧૦ મા અભ્યાસ કરતા રાજ્યના ૨૩ લાખ વિદ્યાર્થીઓનું દોઢ મહિનામાં રસીકરણ કરવામાં આવશે, RBSK ટીમ દ્વારા ૫૧,૬૬૭ શાળાઓમાં અંદાજીત ૨૩ લાખ વિદ્યાર્થીઓનું રસીકરણ કરાશે
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી TD(ટિટેનસ(ધનુર) અને ડિપ્થેરીયા) રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરની જે.એમ. ચૌધરી કન્યા વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૩ ના TD રસીકરણ અભિયાનના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકોનું રસીકરણ કરીને સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. ઘોરણ ૫ અને ૧૦ મા અભ્યાસ કરતા રાજ્યના ૨૩ લાખ વિદ્યાર્થીઓમાં TD (ધનૂર અને ડિપ્થેરીયા)નું રસીકરણ કરીને તેમને ગંભીર બિમારીઓ થી રક્ષિત કરવામાં આવશે.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા રાજ્યની આરોગ્ય ટીમ અને ખાસ કરીને RBSKની ટીમના પ્રયાસો સરાહનીય છે. રાજ્યમાં ૫૧,૬૬૭ શાળાઓમાં અંદાજીત ૨૩ લાખ જેટલા બાળકોનું RBSK ની ટીમ દ્વારા TD રસીકરણ કરવામાં આવશે જે પ્રશંસાને પાત્ર છે.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે રાજ્યના અબાલવૃધ્ધના આરોગ્યની ચિંતા કરી હતી. જેના પરિણામે જ ગર્ભ રહેલ બાળક થી વૃધ્ધ વ્યક્તિને લાભાન્વિત કરતી આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી. મિશન ઇન્દ્રધનુષ હેઠળ પણ વિવિધ રોગો સામે આરક્ષિત રસી આપીને બાળકને તંદુરસ્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ક્ષણે તેમણે ૨૧ મી સદી ભારતની સદી હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ આજે વિશ્વ એ સ્વીકાર્યું છે. ૨૦ મી સદીને
અમેરિકાની સદી તરીકે ઓળખવામાં આવતું હતું. આજે ૨૧ મી સદીમાં અમેરિકા જેવી મહાસત્તાએ ભારતના નેતૃત્વ અને સહકાર માટે હાથ લંબાવ્યો છે. જે સશક્ત ભારતની નેમ વ્યક્ત કરે છે.
મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, TD વેક્સિન, સાર્વત્રિક રસીકરણ હેઠળની વિવિધ રસીઓ દ્વારા બાળકોને સશક્ત અને તંદુરસ્ત બનાવવામાં આવી રહ્યા છે. કારણ કે આ જ બાળકો અને યુવાનો આવનારા ઉજ્જવળ ભારતનું ભવિષ્ય છે. સશક્ત ભારતના ભવિષ્યનો પાયો મજબૂત હશે તો ચોક્કસ થી ભાવિ પણ ઉજજ્વળ બનશે તેવો ભાવ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો.
ટિટનેસ (ધનુર) અને મોટી ઉંમરના બાળકોમાં થતો ડીસેરીયા (ગળાનો ગંભીર ચેપી રોગ) (Td) રસી એ ટિટેનસ અને ડિપ્થેરીયાનું સંયોજન છે જેમાં ડિપ્થેરિયા એન્ટિજેન (d) ની ઓછી ઘનતા છે જે મોટા બાળકો અને પુખ્ત વયના લોકો માટે ભલામણ કરવામાં આવે છે.
Td રસી ટિટેનસ અને ડિપ્થેરિયાને અટકાવી શકે છે જે ચેપી રોગો છે.જે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો જીવલેણ બની શકે છે. ટિટેનસ કટ આપવા ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે. ડિપ્થેરિયા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. ટિટેનસ પીડાદાયક સ્નાયુ સંકોચનનું કારણ બને છે, ખાસ કરીને જડબા અને ગરદનમાં, રાસ લેવામાં મુશ્કેલી થાય અને આખરે મૃત્યુનું કારણ બને છે. આખરે મૃત્યુનું કારણ બને છે. ડિપ્લોરિયા શ્વાસ લેવામાં તકલીફ, હદયનો હુમલો, લકવો અને મૃત્યુ પણ કરી શકે છે.
Td રસી ૧૦ અને ૧૬ વર્ષની વયના તમામ કિશોરોએ Td રસી લેવી જ જોઇએ. શાળાએ જતા તરુણોના કિસ્સામાં, ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓએ TD રસી લેવી આવશ્યક છે. પૂર્વ પ્રસુર્તિ સંભાળ દરમિયાન માતૃત્વ અને નવજાત ટિટેનસ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે સગર્ભા બહેનોને ટીડી રસી પણ આપવામાં આવે છે.
Td રસી નજીકની સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો પર વિના મૂલ્યે લઈ શકાય છે.
Td એક સુરક્ષિત રસી છે. ૧૩૩ દેશો રાષ્ટ્રીય રસીકરણ સૂચીમાં Td રસીનો સમાવેશ કરી રહ્યા છે. શા માટે ભારત સરકારના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રાગ્રામમાં ટોટી રસીને ટીડી રસી સાથે બદલવામાં આવી વૈશ્વિક WHO માર્ગદર્શિકાને અનુસરીને અને વધતા ડીપ્ટેરીયાના કેસોને કારણે (ખાસ કરીને મોટી વયના જૂથો (૫ વર્ષ અને તેથી વધુમાં), ભારત સરકારે ૨૦૧૯માં તેના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ટીટી રસીકરણને Td સાથે બદલ્યું. તે હવે સારી રીતે સ્થાપિત થઈ ગયું છે કે ડીપીટી શિશુના પ્રાથમિક રસીકરણથી ડીપ્થેરીયાના કેસો મોટી ઉમંરના વય જુથમા જોવા મળતા સતત રક્ષણ માટે ડીપ્થેરીયા ટોક્સોઇડ ધરાવતી રસીઓના બુસ્ટર ડોઝની જરુર છે.
જો કોઈ કિશોરને ભૂતકાળમાં ટીટી રસી મળી હોય, તો શું ટીડીનો આગામી ડોઝ માટે ઉપયોગ કરી શકાય અગાઉના ડોઝની માન્યતા શું હતી? અગાઉના ડોઝનું પુનરાવર્તન કરવું જોઇએ? હા, ટીડી રસી ટીટી પછી અનુગામી ડોઝ તરીકે આપી શકાય છે અને અગાઉના તમામ ટીટી ડોઝ માન્ય રહેશે. શ્રેણી ફરીથી શરૂ કરવાની જરૂર નથી.
શિક્ષકો અને શાળા વહીવટીતંત્રે નીચેની રીતે ટેકો આપવો જોઈએ:
- રસીકરણ ટીમ સાથે ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની યાદી શેર કરવી. વિધાર્થીઓ અને વાલીઓને કિશોરાવસ્થાના રસીકરણ અંગેની જાગૃતિ અને માહિતીનો પ્રસાર કરવો, પેરેન્ટ ટીચર એસોસિએશન (PTA) મીટીંગ દ્વારા માતા-પિતા સાથે સંકલન કરવું, મોબાઇલ દ્વારા ટેસ્ટ્સ અને વોટ્સએપ સંદેશાઓ દ્વારા Td રસી પર સકારાત્મક સંદેશાનો પ્રચાર પ્રસાર કરવો અને શાળાએ જતા કિશોરોની સંભાળ રાખનારાઓમાં સીના હિમાયતીઓનું સંકલન કરવું. રસીકરણ હાથ ધરવા માટે રસીકરણ કરનાર/રસીકરણ ટીમને મદદ કરવી, રસીકરણ સ્થળ પર લાભાર્થીઓને એકત્રીત કરવા. રસીકરણ સત્ર પહેલાં, વિદ્યાર્થીઓને રસીકરણની આશંકા ઘટાડવા ઇતર પ્રવૃત્તિઓમાં સામેલ કરો, જ્યારે તેઓ નિયુક્ત પ્રતીક્ષા રૂમ માં હોય.
• રસીકરણ સત્ર પછી, દરેક લાભાર્થી/વિદ્યાર્થી નિયુક્ત "નિરીક્ષા રૂમ માં ઓછામાં ઓછી 30 મિનિટ રાહ જુએ છે તેની ખાતરી કરવા માટે રસીકરણ કરનારને સમર્થન આપો. વિદ્યાર્થીઓને જૂથમાં રહેવા અને રસીકરણના દિવસે ભોજન લેવા માટે પ્રોત્સાહિત કરવું.
* વિસ્તારમાં VHSND સત્રો દરમિયાન ટ્રેકિંગ માટે રસીકરણ ટીમને બાકી રહેલ બાળકોની સૂચિ આપવી.
દરેક શાળામાં નિયુક્ત સ્વાસ્થ્ય અને સુખાકારી રાજદૂત' (શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ), આ કરવું જોઈએઃ
• ટીડી રસી મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરો અને પ્રોત્સાહિત કરો,
• શાળામાં ટીડી રસીકરણ સત્રો આયોજિત કરવામાં રસી આપનાર/રસીકરણ ટીમનું સંકલન અને સમર્થન કરો.
શુ. Td રસી કોવીડ-૧૯ રસીની સાથે લઇ શકાય ?
બે રસી એકસાથે અલગ-અલગ સ્થળોએ આપી શકાય છે, પરંતુ એવું સૂચવવામાં આવ્યું છે કેTd સ્ત્રી અને COVID-19 રસી વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. રસીઓ વચ્ચેના આ સૂચિત અંતરને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, પરંતુ મુકવામાં આવેલ ૨સી
પૈકી કઈ વેક્સીન થી આડઅસર (AEFI) થયેલ છે તે નક્કી કરી શકાય તે માટે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.