બજેટ અપેક્ષા અંગે ECHONના ચેરમેન ડૉ.જે.કે.તાયલિયાનું મહત્વનું નિવેદન
વર્તમાન આર્થિક પરિસ્થિતિ કે જેમાં વૈશ્વિક વ્યાપારની ગતિશીલતામાં આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, તે બાબતને ધ્યાનમાં રાખીને જરૂરી બન્યું છે કે આગામી બજેટ વિકાસ દરને જાળવી રાખવા ઉપરાંત તેને વધુ વેગ આપે.
“વર્તમાન આર્થિક પરિસ્થિતિ કે જેમાં વૈશ્વિક વ્યાપારની ગતિશીલતામાં આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, તે બાબતને ધ્યાનમાં રાખીને જરૂરી બન્યું છે કે આગામી બજેટ વિકાસ દરને જાળવી રાખવા ઉપરાંત તેને વધુ વેગ આપે. અગાઉના બજેટમાં રિયલ એસ્ટેટ તથા ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ, જેને લીધે એક મજબૂત આધારને તૈયાર કરી શકાયો છે, અલબત પીવીસી ઉદ્યોગને લગતી સંભાવનાને સંપૂર્ણપણે સાકાર કરવા વધુ વ્યૂહાત્મક પગલાં ભરવાની જરૂર રહેલી છે.
ગ્રીન મેન્યુફેક્ચરિંગમાં નવીનિરણને ઉત્તેજન આપવા માટે આરએન્ડડી ગ્રાન્ટ્સ તથા કરવેરા સંબંધિત પ્રોત્સાહન એટલે કે ટેક્સ ઈન્સેન્ટીવ્સ શરૂ કરવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વધારવા માટે નિકાસ પ્રક્રિયાને સરળ બનાવવી, તેમ જ સ્થાનિક સ્તરના ઉદ્યોગોને મદદરૂપ બનવા માટે ઘરેલુ ઉત્પાદન સામગ્રીનો ઉપયોગ કરતાં પાયાગત માળખા એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાની ખૂબ જ જરૂર છે. આ ઉપરાંત, કૌશલ વિકાસ કાર્યક્રમોમાં રોકાણ, ઉદ્યોગ 4.0 ટેકનોલોજીસને પ્રોત્સાહન આપવા, તેમ જ કરવેરા સંબંધિત લાભો તથા યોગ્ય એવોર્ડસ મારફતે ઈ-ફ્રેન્ડલી કામગીરીને પ્રોત્સાહન આપવા એક મજબૂત ઈકોસિસ્ટમને ઉત્તેજન આપશે, જેથી એ બાબત સુનિશ્ચિત કરવામાં આવશે કે આપણા ઘરેલુ ઉદ્યોગનો વિકાસ થાય અને આપણી વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારે મજબૂત કરી શકાય.
આ ઉપરાંત, ભારતમાં પીવીસી ઉદ્યોગમાં પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી છે અને અમારું માનવું છે કે આગામી વર્ષોમાં આ માંગ વૃદ્ધિને ઘરેલુ ક્ષમતામાં ઉમેરાથી જરૂરિયાત પૂરી કરી શકાશે.25 વર્ષથી વધારે વૈશ્વિક નિપૂર્ણતા સાથે પીવીસી બિલ્ડંગ મટેરિયલ્ય સાથે સાઈનેજના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની ઈકોનને આશા છે કે આગામી બજેટમાં પીવીસી ઉદ્યોગના વિકાસને વધારવા માટે વ્યૂહાત્મક ઉપાયનો સમાવેશ થશે. અમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નિકાસ પ્રક્રિયાને સ્ટ્રીમલાઈન કરવા, તથા ટકાઉ પહેલોના ઉદ્દેશ માટે ઈન્સેન્ટીવ્ઝ એટલે કે પ્રોત્સાહનો માટેની તરફેણ કરી રહ્યા છીએ. આ પગલાંથી ઉદ્યોગની સ્પર્ધાત્મકતાને વધારવા ઉપરાંત ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપવામાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.”
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.
આ દિવસોમાં સોનાનો ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સોનું ખરીદવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અક્ષય તૃતીયા પર ઓછી કિંમતે સોનું ખરીદવા માટે તમે આ સ્ટોર્સની મુલાકાત લઈ શકો છો.