ધાનપોર ગામમાં યુવાનને વીજ પોલ પર કરંટ લાગતા મોત
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં વીજ પોલને અડકનાર યુવાનને કરંટ લાગતા મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં વીજ પોલને અડકનાર યુવાનને કરંટ લાગતા મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર હાલમાં નર્મદા ડેમમાંથી પાણી છોડ્યા બાદ નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પાણી ભરાયાં હતાં જેમાં અનેક ગામો અને ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા ત્યારે ધાનપોર ગામ પણ પાણીમાં હતું પરંતુ પાણી ઉતર્યા બાદ દરેક ગામોની સ્થિતિ ખૂબજ દર્દનાક હતી જેમાં ધાનપોર ગામમાં પણ પાણીનાં કારણે અનેક લાઈટોનાં પોલ પાણીમાં હોવાથી ભીના હતા તેવા સમયે ભેજ વાળા પોલ પર ગામના યુવાનનો હાથ અડી જતા કરંટ લાગ્યો અને મોત મળ્યું હશે એમ લાગી રહ્યું છે ત્યારે હાલ આ મુદ્દે પોલીસને જાણ કરાઇ છે.
પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર મહર્ષિભાઈ રાજેશભાઇ પટેલ ઉ.વ.૨૩ રહે. ધાનપોર તા.નાંદોદ જી. નર્મદા નાઓ ધાનપોર ગામના ચોરા પાસે ઉભા હતા તે વખતે ઈલેક્ટ્રીક થાંભલા સાથે અજાણતા માં તેમનો હાથ અડી જતા ઈલેક્ટ્રીક કરંટ લાગતા તેમને સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પીટલ લઈ આવતા તેમનું મોત નિપજ્યું હતું.રાજપીપળા પોલીસે આ બાબતે અકસ્માત મોત દાખલ કરી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.