ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન
જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ થઇ, દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી મળશે ભોજન પ્રસાદ સેવા.
પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ સેવી સંસ્થા જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલ પંપ સામે અપના બજાર નજીકના મેદાનમાં આ ભોજન પ્રસાદ સેવાનો શનિવાર ૧૬ સપ્ટેમ્બરે પ્રારંભ થયો છે.
જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે જીવન પ્રસાદ ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે.
દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦ થી વધુ બહેનોને રોજગારી મળે છે.
આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહિ ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા તથા પોતાનુ ટિફિન લાવે તો ટિફિનમાં પણ ભોજન ભરી આપવામાં આવે છે. ’જીવન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નિલેશ જાની એ આ સેવાનો લાભ જરૂરતમંદ લોકોને અપિલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે.
વધુ વિગતો માટે શ્રી નિલેશ જાની નો 7575065555 ઉપર સંપર્ક સાધી શકાય છે.
ગુજરાતમાં, બે અલગ-અલગ ઘટનાઓએ સાયબર ગુનેગારો દ્વારા IPS ઓફિસર અને CBI એજન્ટ તરીકે ઓળખાતા ડિજિટલ ગેરવસૂલીના વધતા જતા વલણનો પર્દાફાશ કર્યો છે
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ માટે એક મોટા રિનોવેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, તે આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે