ગુજરાતમાં ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ ‘મન કી બાત’માં પ્રાણી કલ્યાણ માટે કાર્ય કરવા પર ભાર મુક્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરાશે.
ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ છે. પ્રાણીઓ અને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓની વિશાળ શ્રેણીનું ઘર પણ છે. ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશ્વની જૈવવિવિધતાના ૭ ટકાથી વધુ છે. આ સમૃદ્ધ જૈવવૈવિધ્યતાની જાળવણી માટે યોગ્ય શિક્ષણ અને જાગૃતિની જરૂર છે જેને પ્રોત્સાહિત કરવા ભારતભરમાં દર વર્ષે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત’ની ૧૦૫મી આવૃત્તિમાં પ્રાણી કલ્યાણ માટે કાર્ય કરવા પર ભાર મુક્યો હતો. ગુજરાતમાં પણ વન વિભાગ દ્વારા આ વર્ષે તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા, ૨૫૦ તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતભરમાં સ્વછતા અભિયાન સ્ફળતાપૂર્વક ચાલી રહ્યું છે ત્યારે
રાજ્યમાં આવેલા તમામ અભયારણ્ય અને રાષ્ટ્રિય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦% પ્લાસ્ટિક ફ્રી કરવા માટેનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ખોરાક અથવા અન્ય હેતુઓ માટે પ્રાણીઓની હત્યા અટકાવીને મોટી સંખ્યામાં પ્રાણીઓને બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વન્યપ્રાણી સપ્તાહની કલ્પના લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના લાંબા ગાળાના ધ્યેય સાથે મહત્વપૂર્ણ પગલાં વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરી છે જે વન્યજીવનના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
પૃથ્વી પર જંગલો અને વન્યપ્રજાતિઓથી માનવ પ્રજાતિને આર્થિક-મનોવૈજ્ઞાનિક સહિત અન્ય રીતે લાભ મળી રહ્યો છે. આ લાભની લાલચમાં વન્યજીવોને મોટા પાયે નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. આ કુદરતી સંસાધનોનું જતન કરવું આજના સમયમાં અત્યંત આવશ્યક થઈ ગયું છે. સપ્તાહ દરમિયાન વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે જેમા તમામ વયના નાગરિકોને વન્યજીવનનું મહત્વ સમજાવવામાં આવે છે. આ ઉદેશ્યને ચરિતાર્થ કરવા વન વિભાગના અધિકારીઓ જે તે જિલ્લાની શાળા અને કોલેજોમાં લેક્ચર દ્વારા આ અઠવાડિયાની ઉજવણી કરાશે. સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇલ્ડલાઇફ સપ્તાહના કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
વન્યજીવોને થતા કોઈપણ લાંબા ગાળાના નુકસાન સમગ્ર જીવસૃષ્ટિને જોખમમાં મૂકી શકે છે. તેથી, વન્યજીવનનું વ્યવસ્થિત રીતે અને પૂરા દિલથી રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. જંગલો, જંગલમાં રહેતા પ્રાણીઓ, ઇકોસિસ્ટમ અને મનુષ્યો વચ્ચે સહજીવન સંબંધ છે. જંગલો, તેમાં રહેતી પ્રજાતિઓ અને તેમના પર નિર્ભર આજીવિકા ઘણા વૈશ્વિક કટોકટીના આંતરછેદ પર છે, જેમાં આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાની ખોટ અને COVID-19 રોગચાળાની આરોગ્ય, સામાજિક અને આર્થિક અસરોનો સમાવેશ થાય છે. જેથી વન્ય પ્રાણી વિશે જાગૃતિ લાવવી એ અત્યંત જરૂરી છે.
પ્રાણીઓના અસ્તિત્વથી પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે છે. પ્રાણીઓ અને કુદરતી પર્યાવરણને બચાવવા માટે વિવિધ યોજનાઓના અમલની સાથે પ્રાણીઓના હિતમાં ઘણા કાયદા પણ રાજ્ય સરકારે પસાર કર્યા છે. નિર્દોષ પ્રાણીઓ પર થતા હુમલા રોકવા સરકારે ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો વિકસાવીને આરક્ષિત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં મધ્યપ્રદેશના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના વિકાસ મોડલની મૂલ્યવાન સમજ મેળવવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.
ભાવનગરના મહુવામાં વિદ્યાર્થીઓ માટેની સાયકલ જર્જરિત હાલતમાં મળી આવતા વિવાદ સર્જાયો છે. સરકારી સહાયતા કાર્યક્રમ હેઠળ શાળાની વિદ્યાર્થિનીઓ માટે બનાવાયેલ આ સાયકલો કુમાર છાત્રાલયમાં એક વર્ષથી બિનઉપયોગી પડી છે,
અમરેલીની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ અમરેલી બસ સ્ટેન્ડ પર પોલીસ અધિકારીનો ઢોંગ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી.