જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં ગંધાતા ગટરના પાણી રોડે ચડ્યા, પાલિકાને ગ્રામજનો કાદવ-કીચડ અને ગટરના ગંધાતા પાણીમાં જીવવા મજબૂર
જાફરાબાદની નગરપાલિકાએ સામાકાંઠા વિસ્તારમાં ગટરના પાણી રોડ ઉપર ઉભરાતા તેના ગ્રામજનોને કાદવ અને ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે. રહેવાસીઓ મહિનાઓથી આ સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ પાલિકાએ તેના નિવારણ માટે કંઈ કર્યું નથી. ગટરનું પાણી રોડ પર ઉભરાઈ રહ્યું છે જેના કારણે લોકોને આ વિસ્તારમાંથી ચાલવું કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે, કારણ કે તે મચ્છર અને અન્ય જીવાતોનું સંવર્ધન કરે છે.
(કિશોર આર.સોલંકી દ્વારા) જાફરાબાદ: જાફરાબાદ ના તલાવડી વિસ્તારમાં મેન રોડ ઉપર ગંધાતા ગટર ના પાણીમાંથી પસાર થતા નાગરિકો નગરપાલિકા ને દરેક સ્તરે વેરો ભરવા છતાં સુવિધા ઝીરો આજુબાજુ માં રહેણાંક મકાનો આવેલ હોય બાજુમાં જ ઉકરડો હોય લોકો નું સ્વસ્થ આરોગ્ય ઉપર ગંભીર ખતરો હોય પરંતુ નગરપાલિકા ને આ ગંદગી દેખાતી નથી.
સ્વચ્છતા અભિયાનની ગુલબાંગો ફેંકતા લોકો દ્વારા સામાકાંઠા વિસ્તારોમાં આવી જોઇ તો ખબર પડે કે લોકો કેવી પરિસ્થિતિ માં જીવી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનની ખુલી પોલ ઠેર-ઠેર ઉભરાતી ગટરના ગંદા પાણી ગટરની ગંદકી ખદબદતી હોય પરંતુ પાલિકા થી આમ જનતા ત્રાહિમામ્ પોકારી ઉઠી મચ્છર રજન્ય રોગચાળાની દહેશત તંત્ર દ્વારા સફાઇ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
ઉભરાતી ગટરો ના ગંદા પાણી એ ભરડો લીધેલ સફાઈ બાબતે ગામડાં કરતા પણ બદતર હાલત જોવા મળી રહેલ છે. ગટરના યોગ્ય મેનેજમેન્ટ ના અભાવે રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈ રહેલ છે. નાગરિકો વેરો ભરવા માટે કલાકો સુધી લાઈનમાં રહી ને પણ વેરો ભરવા છતાં પણ સુવિધા સારી એવી દેવામાં તાતાથૈયા આ બાબતે વહીવટી તંત્ર ધ્યાન આપશે ? આ બાબતે ભાવનગર નિયામક કચેરી જનતા ની સમસ્યા નો અભ્યાસ કરી નિકાલકરે તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગટરના ગંદા પાણી થી નાગરિકો ના સ્વસ્થ માટે ખતરોં આ ભૂગર્ભ ગટર ના ગંદા પાણી થી મચ્છર ઉત્પન્ન થાય અને રોગચાળો ફેલાય તો જવાબદાર કોન ? તેવી જાફરાબાદ ની જનતા જનાર્દન માંથી ચચૉઓ થઈ રહી છે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,