ખરચીપાડા ગામમાં સરપંચ પતિએ બિનકાયદેસર જંગલ જમીન ખેડી નાખતા ગ્રામજનોની વન વિભાગમાં રજૂઆત
ખરચીપાડા ગામનાં મહિલા મંડળોની બહેનોએ વન વિભાગના અધિકારીને રજુઆત કરી સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ.
રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભાટપુર પંચાયતમાં આવેલા ખરચીપાડા ગામ પાસે આવેલી જંગલમા બિનકાયદેસર જમીન ખેડી નાખી વન વિભાગ દ્વારા રોપવામાં આવેલા વૃક્ષો તેમજ રોપાઓને નુકશાન પહોંચાડનાર સરપંચના પતિ સામે ખરચીપાડા ગામના મહિલા મંડળની બહેનોએ વન વિભાગમાં રજૂઆત કરી છે.
ખરચીપાડા ગામની મહિલા મંડળની બહેનોએ સોરાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિતમાં જણાવ્યું છે કે ખરચીપાડા ગામના જંગલમાં ભાટપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દેવીબેનના પતિ હસમુખભાઇ પુનાભાઇ વસાવા દ્વારા બિનકાયદેસર જંગલમા આવેલી વાંસની ઝૂંડો સળગાવી તેમજ બીલી,સાગ, ખાખરા વગેરે વૃક્ષો કાપી નાખી સાફ સફાઇ કરી ટ્રેકટરથી પ્લાવ મારી ખેડાણ કરી નાખ્યું છે.
આ જગ્યામાં વન વિભાગના સ્ટાફ દ્વારા વાંસના રાઇઝમ તથા સાગનાં બીજ, રતન જ્યોતના બીજ વાવવામાં આવ્યા હતા. જે બીજા જ દિવસે સરપંચના પતિ હસમુખ વસાવા દ્વારા પોતાના ૬ થી ૭ માણસોને લાવી ઉખેડીને જાહેર રસ્તા પર ફેંકી દીધા હતા. ત્યારે સરપંચના પતિ સામે વન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ મહિલા મંડળોની બહેનો દ્વારા કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી તાત્કાલિક ખેડાણ છોડાવી કાયદેસરની કાર્યવાહી કરી ફરી રોપા રોપવામાં આવે અને આવું બિન કાયદેસર થતું જંગલોનું નિકંદન અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.
આ અંગે મહિલા આગેવાન શકરીબેન વસાવા એ જણાવ્યું હતું કે સરપંચના પતિ દ્વારા પદનો દુરુપયોગ કરી જંગલમાં બિનકાયદેસર ખેડાણ કરી,જંગલના વૃક્ષોને નુકશાન પહોંચાડ્યું છે.વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહિ કરવામા નહી આવે તો, આવનારા દિવસોમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી ભુખ હડતાળ પર ઊતરીશું.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.