મહીસાગર જિલ્લામાં જગતનો તાત ગણાતા ખેડૂતની કફોડી હાલત, યુરિયા ખાતાની અછત સર્જાતો ખેડૂતો ભારે મૂંઝવણમાં
મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર થઈને પોતાનું જીવન વ્યતીત કરી રહી છે ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતનો ઘાટ પડતા પર પાટું મારવા જેવો સર્જાઈ લેવા પામ્યો છે.
મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર થઈને પોતાનું જીવન વ્યતીત કરી રહી છે ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતનો ઘાટ પડતા પર પાટું મારવા જેવો સર્જાઈ લેવા પામ્યો છે. એક બાજુ જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે તેની પણ ચિંતા ખેડૂતોની સતાવી રહી છે જ્યારે બીજી બાજુ જિલ્લામાં ખેડૂત માટે ખેતીની જરૂરીયાતને પહોંચી વળવા માટે જરૂરી એવા ખાતરની પણ ભારે અછત સર્જાઇ રહેવા પામી છે ત્યારે ખેડૂતો કાગડોળે વરસાદની અને ખાતરની રાહ જોઈ રહેલા જણાય છે.
મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા નગર ખાતે આવેલા સહકારી ખરીદ વેચાણ સંઘ ડેપો પર ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો દેખવા મળે છે સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો ખાતર મેળવવા માટે ખરીદ વેચાણ સંઘ ઉપર લોભી કતારોમો ઉભા રહી જતા હોય છે તેમ છતાં પણ ખાતરની અછત વર્તાતી હોય ખેડૂતોની ખાતર મેળવ્યા સિવાય વિલા મોઢે ઘરે પરત ફરવાનોવારો આવે છે.
અઠવાડિયામાં સિર્ફ એક જ વાર ખાતર ની ગાડી આવતી હોવાથી ખેડૂતોની જરૂરિયાત સમય અને જરૂરી પ્રમાણમાં ખાતરનો જથ્થો મળતો ન હોવાથી તેની માટી અસર ખેતરમાં કાળી મજૂરી કરીને પકવેલ ખેતી ઉપર પડતી હોવાની ચર્ચા પણ ખેડૂત આલમ માંથી સાંભળવા મળી રહી છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા ખેડૂતોની ગમે તે વ્યવસ્થા કરીને ખેતીના ઉત્તમ પાક ની જરૂરિયાત માટે ખાતર લાવવાના રૂપિયા ની સગવડ કરીને પણ ખાતર લેવું પડતું હોય છે ત્યારે બીજી બાજુ યુરીયા ખાતરની સાથે નેનો યુરિયા લેવા માટે ફરજ પાડવામાં આવતી હોય ત્યારે આ બાબત કેટલા અંશની વ્યાજબી ગણાય?
જિલ્લામાં સમયાંતરે ખેડૂતોને ખાતર ન મળતો ખેડૂતોના ઉભા પાકની નુકસાન થવાની ભારે દહેશત ખેડૂતોને સતાવી રહી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.