નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૭૬૧ મિ.મિ. વરસાદ નોંધાયો
નર્મદા જિલ્લામાં તા. ૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં ૧૨ મિ. મિ., દેડિયાપાડા- સાગબારા તાલુકામાં ૧૧ મિ. મિ., નાંદોદ તાલુકામાં ૦૬ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૦૫ મિ.મિ.વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા. ૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં ૧૨ મિ. મિ., દેડિયાપાડા- સાગબારા તાલુકામાં ૧૧ મિ. મિ., નાંદોદ તાલુકામાં ૦૬ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૦૫ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકામાં ૮૪૦ મિ.મિ., સાગબારા તાલુકામાં ૮૨૪ મિ.મિ., નાંદોદ તાલુકો ૭૮૭ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૭૮૦ મિ.મિ. અને ગરુડેશ્વર તાલુકામાં ૫૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૭૬૧ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૨૫.૬૬ મીટર, કરજણ ડેમ ૧૦૭.૯૩ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૬.૪૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૬.૮૦ મીટરની સપાટી, રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.