સાગબારાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીનની તકરાર માં દાતરડા,પરાણા વડે હુમલો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર કૃષ્ણભાઈ મોનુભાઈ વસાવા, રહે,ધવીવેર, બસ સ્ટેશન ફળીયુ,નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા (૧) માનસીંગભાઇ ફત્તુભાઇ વસાવા તથા (૨) ગોવિંદભાઇ કૃતુભાઇ વસાવા તથા (૩) રવિન્દ્રભાઇ ઉર્ફે મુન્નો ફત્તુભાઇ વસાવા તથા (૪) વિશ્વાસભાઇ લક્ષ્મણભાઇ વસાવા તમામ રહે. ધવલીવેરનાઓ એક જ કુટુંબના હોઇ,તેઓ વચ્ચે વડીલો પાર્જીત વહેંચવામાં આવેલ જમીન બાબતે તકરાર હોઇ અને કોર્ટમા પણ જમીનના ભાગ વહેંચણી બાબત કેસ ચાલુ છે હોઇ જેમાં કૃષ્ણભાઈ અન્ય માણસો સાથે ટ્રેક્ટર વડે ખેતરમા ખેડાણ કરાવતા હતા તે વખતે આ ચારેય લોકો એ પરાણા અને દાંતરડા લઇ ને ત્યા આવી કહેલ કે, આ જમીનમા અમારો પણ ભાગ લાગે છે જેથી તમારે આ ખેતરમા ખેતી કરવા આવવુ નહી, અને આ જમીનમા ખેડાણ કરવાનુ બંધ કરી ખેતરમાંથી જતા રહો તેવુ કહેતા કૃષ્ણભાઇ એ જણાવેલ કે,“આ જમીન મારા પિતાના ભાગમાં આવેલ છે અને વર્ષોથી હું તથા મારા છોકરાઓ ખેતી કરતા આવેલ છે. તો આજે કેમ કહેવા માટે આવેલ છો ?" તેમ કહેતા ચારેય ઉશ્કેરાઇ દાંતરડા અને પરાણા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.