તિલકવાડાનાં ચુડેશ્વર વિસ્તારમાં મગર દેખા દેતા લોકો માં ફફડાટ : રેસ્ક્યૂ કરતા રાહત
તિલકવાડા વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ચુડેશ્વર જેવા ગ્રામ્ય વિસ્તારમાં મગર આવી પહોંચતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો મગરને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાને પગલે તિલકવાડા વન વિભાગના અધિકારીઓ એ તાત્કાલિક ચુડેશ્વર ગામે પહોંચીને ચાર ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂક્યો હતો.
તિલકવાડા તાલુકા માં ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળ્યો છે અને ઘણા વિસ્તારોમાં મગર પણ જોવા મળતા હોય છે પરંતુ હાલ માં આ મગર તિલકવાડા તાલુકાના ચુડેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આવી પહોંચતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને મગરને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા.
લોકો ના જણાવ્યા મુજબ આ મગર હાલ નર્મદા નદીમાં આવેલા પુરના પાણી સાથે નદીમાંથી આવી ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચ્યો હશે.
ચુડેશ્વરના ગામ માં મગર ની જાણ તિલકવાડા વન વિભાગના અધિકારીઓને થતા તિલકવાડા વન વિભાગ ના અધિકારીઓ ચુડેશ્વર ગામે આવી પહોંચ્યા હતા અને ચાર ફૂટ લાંબા મગર નું રેસ્ક્યુ કરીને કેવડિયા જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી મૂકવા માં આવ્યો હતો. આમ આ મગર નું રેસ્ક્યુ થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વીરપુર, સુપ્રસિદ્ધ યાત્રાધામ, સંત જલારામ બાપાની 225મી જન્મજયંતિ શુક્રવાર, 8મી નવેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવવા માટે તૈયાર છે. ગામ પહેલેથી જ રંગબેરંગી રોશનીથી શણગારેલું છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને પાન-મસાલા ખાનારા અને જાહેર રસ્તાઓ પર થૂંકનારા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, ખાસ કરીને દિવાળીની રજાઓ દરમિયાન મુલાકાતીઓનો ભારે ધસારો