વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૧૭૬૮૯ બાળકોનો વિદ્યારંભ થશે
વડોદરા શહેર અને જિલ્લામાં તા. ૧૨થી ૧૪ જૂન સુધી મહાનુભાવો વિદ્યામંદિરોમાં જઇને બાળકોનું નામાંકન કરાવશે, પદાધિકારીઓ અને અધિકારીઓ વડોદરા જિલ્લાના ગામડાઓ ખુંદી બાળકોને વાજતેગાજતે શાળામાં આવકારશે.
રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લામાં તા. ૧૨થી ૧૪ જૂન સુધી મહાનુભાવો વિદ્યામંદિરોમાં જઇને બાળકોનું નામાંકન કરાવવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણની આહ્લેક જગાવવા માટે શરૂ કરેલું આ અભિયાન જનજન પ્રિય છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેને આગળ ધપાવ્યું છે.
આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં વડોદરા જિલ્લામાં આંગણવાડીમાં ૬૦૦૪ ભૂલકાઓ, બાલવાટિકામાં ૧૦૯૮૬ બાળકો અને ધોરણ એકમાં ૬૯૯ બાળકો સહિત કુલ ૧૭૬૮૯ બાળકોનો વિદ્યારંભ થશે.
રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિને પગલે આ વખતે પ્રથમ વખત પ્રાથમિક શાળામાં બાલવાટિકાનો અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત ૫૬૪૫ કુમાર અને ૫૩૪૩ કન્યા સહિત કુલ ૧૦૯૮૬ ભૂલકાઓને બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. બાલ વાટિકાના પુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેનો અભ્યાસ ક્રમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને ભણતરનો ભાર ના લાગે અને અભ્યાસમાં રૂચિ વધે તે રીતે ગમ્મત સાથે જ્ઞાન મળે એવો અભ્યાસક્રમ નિર્માણ કરવામાં આવ્યો છે.
આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ગામડાઓમાં જઇ બાળકોનું શાળામાં નામાંકન કરાવશે. વડોદરા જિલ્લામાં કલેક્ટર શ્રી અતુલ ગોરે શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળાની સાથે ગામનું પણ સર્વાંગી મૂલ્યાંકન થાય એ રીતે કામ કરવા સહભાગી થનારા અધિકારીઓને સૂચિત કર્યા છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્ય અને જિલ્લા કક્ષાએથી જનારા પદાધિકારીઓ અને અધિકારીઓ સવારે આઠ વાગ્યે શાળામાં પહોંચી જશે. જ્યાં તેઓ બાળકોને વિદ્યારંભ કરાવવા સાથે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરશે. નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ મહાનુભાવ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે બેઠક કરશે.
રાજ્ય કક્ષાના મહાનુભાવોમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર તા. ૧૪ના રોજ સવારે આઠ વાગ્યે વડોદરા શહેરની શ્રી દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા અને સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકોનો વિદ્યારંભ કરાવશે. વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ તા. ૧૨ના રોજ પ્રમુખ સ્વામિ મહારાજ પ્રાથમિક શાળા, સમા, ચાણક્ય પ્રાથમિક શાળા સમા, તા. ૧૩ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા અને તા. ૧૪ના ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થશે.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.
નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.