વડોદરા જિલ્લામાં ૧૯,૨૭૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી
૧૦ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા આવી રહી છે,જિલ્લામાં ૩૫૦૬૧ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમબદ્ધ કરાયા
વડોદરા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ઝેરમુક્ત ખેત પેદાશોનું ઉત્પાદન કરવા પ્રતિબદ્ધ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે.વડોદરા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ મે - ૨૦૨૩ સુધીમાં ૩૫૦૬૧ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે.જિલ્લામાં ૧૯,૨૭૮ ખેડૂતોએ ૨૧,૯૭૬ એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
આત્માના પ્રોજેકટ નિયામકશ્રી જે.ડી.ચારેલે જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં ૬૨ ગ્રામ પંચાયતોમાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.એવી જ રીતે ૧૮૭ ગ્રામ પંચાયતોમાં ૨૫ સુધી, ૧૮૦ ગ્રામ પંચાયતોમાં ૨૬ થી ૫૦ અને ૧૦૭ ગ્રામ પંચાયતોમાં ૫૧ થી ૭૫ સહિત કુલ ૧૯,૨૭૮ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.આ ખરીફ સીઝનમાં વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં આત્મા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવાનું અસરકારક આયોજન કરવામાં આવ્યુ છે.
વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતો પૈકી મે માસમાં ૪૪૮ જેટલા તાલીમ કાર્યક્રમ દ્વારા ૧૦,૯૦૯ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે.જિલ્લામાં.અત્યાર સુધીમાં ૩૫,૦૬૧ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.જિલ્લામાં માર્ચ ૨૦૨૩ સુધીમાં ૨૮૬૯ ખેડૂતોને દેશી ગાય નિભાવ સહાય ચૂકવવામાં આવી છે.
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પોતાની ખેત પેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તે માટે હાલ સાવલી અને ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામ ખાતે દર રવિવારે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર કાર્યરત છે.આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી છે.આગામી સમયમાં કરજણ ખાતે એ.પી.એમ.સી માં બે દુકાન ફાળવવામાં આવનાર છે જેથી શિનોર અને કરજણ તાલુકાના ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી શકશે. વડોદરા શહેરમાં પણ વુંડા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે જેથી શહેરી વિસ્તારના ગ્રાહકોને પણ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદી શકશે.
મે-૨૦૨૩ થી વડોદરા જિલ્લામાં ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સ બનાવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા નિષ્ણાત ખેડૂતો દ્વારા જ ઘરઆંગણે તાલીમ આપવામાં આવી રહી છે. સાવ ઓછા ખર્ચે અસરકારક તાલીમ આપતી આ ઝુંબેશથી સારા પરિણામો મળ્યા છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.