વાઘપરા ગામમાં પરણીતાએ સાસરિયાંનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાંનાં ત્રાસથી પરણીતાએ પોતના પિયર વાઘપરા ગામમાં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાં નાં ત્રાસ થી પરણીતા એ પોતના પિયર વાઘપરા ગામ માં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
મળતી વિગતો અનુસાર રેખાબેન અશ્વીનભાઇ શનાભાઇ તડવી, રહે.નવા વાઘપરા (જીતનગર) તા.ગરૂડેશ્વર જી.નર્મદા ની દિકરી દિવ્યાબેન ને તેનો પતી સંજીવભાઇ મનહરભાઇ તડવી તથા તેની માતા ભાવનાબેન મનહરભાઇ તડવી અને તેની બહેન સત્યવતીબેન મનહરભાઇ તડવી નાઓ છેલ્લા ત્રણેક માસથી અવાર નવાર તને જમવાનુ બનાવતા આવડતું નથી અને લગ્નમાં તારા બાપના ઘરેથી સારી વસ્તુ લાવી નથી તેમ કહી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા અને તા.૨૨/૦૯/૨૦૨૩ના રોજ પણ પતિ સંજીવ તડવી અને તેની બહેન સત્યવતીએ ઝઘડો કરી ત્રાસ આપતાં તેણે ત્રાસથી કંટાળી પોતાના પિયર માં આવી ઝેરી દવા પી લેતાં તેનુ સારવાર મોત થયા રાજપીપળા પોલીસે પતિ,સાસુ અને નણંદ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.