લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહીં* સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ
કોઠંબા તાલુકામાં સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુએ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.
કોઠંબા તા સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુ એ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.
સવારમાં વહેલા ઊઠીને મહાદેવને જરૂરિયાત કરવા જોઈએ શિવ પૂજા નિત્ય કરો ગમે તેટલી નદીઓ સમુદ્રને મળે પરંતુ સમુદ્ર એ સમુદ્ર જ છે માટે શિવજીનું પૂજન કરો શિવજીની યાદ કરો .જ્યાં બીલીપત્ર વૃક્ષ છે તે સ્થાનની પ્રગતિ થાય છે વધુમાં જણાવ્યું હતું કે સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ સ્મશાન એ સ્મશાન જ છે. કૈલાશ અવિનાશી છે.મનુષ્યનો અંતિમ સંસ્કાર થાય તેને કૈલાશ ના કહેવાય. કૈલાશ તો એ છે જેનાથી સ્વર્ગની રચના થાય છે.
ઘર, શિવાલય કે રાજમહેલ પર કૈલાશ લખવું જોઈએ સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ. સંતોની કથા સાંભળવાનું ફળ મળે કે ના મળે પરંતુ કથા સાંભળવાથી જીવન ક્યારેય નિષ્ફળ જતું નથી. બિલીપત્રની નીચે કે તુલસીની નીચે પાર્થિશ્વર શિવલિંગ બનાવી તેની પર જળ ચઢાવવું જોઈએ. આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નથી તે આપણું દુર્ભાગ્ય છે. દક્ષિણમાં આજે પણ ઘણા ગામોમાં સંસ્કૃત ભાષા બોલાય છે.વિશ્વમાં જે તે ધર્મગ્રંથ તેમની ભાષામાં છે અને તે ભાષા જ બોલાય છે પરંતુ આપણા ભારતમાં ધર્મગ્રંથોની સંસ્કૃત ભાષા આપણી રાષ્ટ્રભાષા નથી જે દુર્ભાગ્ય છે.
લુણાવાડા ધારાસભ્ય કોંગ્રેસના છે પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હોય પરંતુ તે જરૂરથી હિન્દુસ્તાની હોવો જોઈએ ભારતીય હોવો જોઈએ. પક્ષ ગમે તે હોય પરંતુ ભારતની નાગરિકતા નો આદર હોવો જોઈએ. આવનાર સમયમાં આપણા દેશની ભાષા સંસ્કૃત બને તેવી પ્રાર્થના કરી હતી.હું કોઈ પક્ષનો માણસ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ નો આદર કરું છું. ધન,સામર્થ,સમજણ હોય તો જ કથા કરાવી શકાય.તેવું જણાવતા તેમણે લુણાવાડા ખાતે ચાલતી કથામાં પંડ્યા પરિવાર,કેસરી પરિવાર, મહેતા પરિવાર અને પટેલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.