નવાપરા ગામમાં આગની ઘટના માં ધારાસભ્ય ડો.દેશમુખે સ્થળ પર પહોંચી જરૂરી મદદ માટે કાર્યવાહી કરી
ગરુડેશ્વર તાલુકાના નવાપરા ખાતે આકસ્મિક આગ લાગતા 12 જેટલા ઘરો બળીને ભસ્મીભૂત થયા હતા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તા.૫/૦૯/૨૦૨૩ ગરુડેશ્વર તાલુકાના નવાપરા ખાતે આકસ્મિક આગ લાગતા 12 જેટલા ઘરો બળીને ભસ્મીભૂત થયા હતા. ઘટના બાબતે ગામના સરપંચ રવિદાસભાઈએ નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને ટેલીફોનિક જાણ કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કેવડિયા રાકેશ ચૌધરી તેમજ રાજપીપલા નગરપાલિકાનો સંપર્ક કરી બે બંબાની વ્યવસ્થા કરી હતી
ત્યારબાદ ઘટના સ્થળે તેઓ પોતે પણ બંબાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને લઈ પહોંચ્યા હતા જેમાં વહીવટી તંત્ર સાથે દિનેશભાઈ તડવી (વાડી) પદમબાબુ રાજુભાઈ ભીલ તેમજ અન્ય કાર્યકર્તાઓ આગ ઓલવવાના કામે લાગી ગયા હતા ધારાસભ્ય દ્વારા જેમનું નુકસાન થયું છે તે તમામને વહેલી તકે સહાય મળે તે માટે ટીડીઓ ને સૂચના આપી હતી મકાન બનાવવા માટે જરૂરિયાત મુજબના લાકડા મળી રહે તે માટે જંગલ ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આ તમામ લોકોને ગામના સરપંચ સાથે મળી શાળામાં નિવાસની વ્યવસ્થા તેમજ તેમના ભોજન ની વ્યવસ્થાની પણ સ્થળ પર રહી ચિંતા કરી હતી તેમની સાથે જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, તાલુકા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ,યુવામોર્ચા અધ્યક્ષ અજયભાઈ તડવી વગેરે કાર્યકર્તા ઓ પણ સેવાકાર્યમાં જોડાયા.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,