ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરેલી નવી ત્રણ યોજના અમલમાં મૂકી
બાગાયત ખાતાની નવી ત્રણ યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે; આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૩મી ઓગષ્ટ સુધી ખુલ્લું મૂકાયું.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નવી ત્રણ યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી, જેને અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
બાગાયત ખાતાની આ નવી ત્રણ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો હવે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. અરજી કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૩મી ઓગષ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરે અને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાય તે માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.