કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ છે. જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૯,૫૬૪ લાભાર્થીઓને રૂ.૩૫.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫,૫૫૬ લાભાર્થીઓને રૂ. ૫૬.૭૪ કરોડની સહાય ચુકવાઈ છે.
પ્રત્યેક નાગરિકને ઉત્તમ આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવાઇ છે, જેને પરિણામે આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ જ સારી સારવાર મળી રહી છે.
આણંદ જિલ્લાની વાત કરીએ તો, કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ છે. જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૯,૫૬૪ લાભાર્થીઓને રૂ.૩૫.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫,૫૫૬ લાભાર્થીઓને રૂ. ૫૬.૭૪ કરોડની સહાય ચુકવાઈ છે.
તેવી જ રીતે કેન્દ્ર સરકારની અન્ય યોજનાઓમાં જનની સુરક્ષા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૭,૬૦૭ લાભાર્થીઓને રૂ. ૫૧.૯૮ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૭,૪૧૨ લાભાર્થીઓને રૂ. ૫૦.૬૫ લાખ, નિશ્ચય પોષણ સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૫,૯૧૩ લાભાર્થીઓને રૂ. ૧૧૭.૧૦ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૫,૩૩૦ લાભાર્થીઓને રૂ. ૯૧.૦૮ લાખ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૫,૨૬૯ લાભાર્થીઓને રૂ. ૫૦.૧૯ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૬,૦૬૪ લાભાર્થીઓને ૪૭૯.૬૪ લાખની સહાય ચુકવાઈ છે.
આ ઉપરાંત રાજ્ય સરકારની કસ્તુરબા પોષણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૩,૪૩૩ લાભાર્થીઓને રૂ.૨૬૮.૬૬ લાખ તથા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૨,૭૯૮ લાભાર્થીઓને રૂ.૨૫૫.૯૬ લાખની સહાય ચુકવવામાં આવી છે.
આમ, સરકાર દ્વારા જન જનના સ્વાસ્થ્યની દરકાર રાખવામાં આવી રહી છે. જેને પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.