વડોદરા જિલ્લાના ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
જિલ્લાના તાલુકાનાં ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સખી મંડળની બહેનો/ગ્રામજનો/મહાનુભાવો વગેરે દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લાના તાલુકાનાં ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સખી મંડળની બહેનો/ગ્રામજનો/મહાનુભાવો વગેરે દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર સુધી ચાલનાર સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત વડોદરા જિલ્લાના તાલુકાનાં ગામોમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ઉકરદાઓનો નિકાલ, જાહેર માર્ગો અને રસ્તાઓની સફાઈ, જાહેર અસ્ક્યામતોની સફાઈ, શાળા આંગણવાડીની સફાઈ, તેમજ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ વિગેરે જેવી સ્વચ્છતા લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી. ઉપરાંત શાળા અને આંગણવાડી સેન્ટર અને ગામ ફળિયાઓમા સ્વચ્છતાને લગતી અક્ટિવિટી જેમકે સ્વચ્છતા રેલી
પ્રભાતફેરી, ફળિયા મિટિંગ, વગેરે કાર્યક્રમો કરી ગામડાઓને કચરા મુક્ત બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.