અમદાવાદ મંડળ પર ડીઆરએમ ચેમ્પિયનશિપનું શુભારંભ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા ડીઆરએમ ચેમ્પિયનશિપનું આયોજન 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2023 સુધી કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા ડીઆરએમ ચેમ્પિયનશિપનું આયોજન 25 ઓક્ટોબર થી 9 નવેમ્બર 2023 સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમ ની શરૂઆત અસોસીએશન ના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવી.
આ રમત પ્રતિયોગિતાના વિશે અસોસીએશનના સચિવ અને વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર, શ્રી અભિષેક કુમાર સિંહએ માહિતી આપી હતી કે અમદાવાદ મંડળ આ વર્ષે 2023-24માં આયોજીત ડીઆરએમ ચેમ્પિયનશિપ કુલ 10 ઇવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ, શતરંજ, એટલેટીક્સ, સ્વિમિંગ અને ટગ ઓફ વોર જેવા લોકપ્રિય રમતોનો સમાવેશ થાય છે
આ પ્રતિયોગીતામા કુલ 16 ટીમો દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે, જેમાં તમામ વિભાગોની ટીમો કારખાના, સાબરમતી, સ્ટોર, નિર્માણ વિભાગ અને ગાંધીધામ એરીયા મેનેજર ટીમનો સમાવેશ થાય છે
ડીઆરએમ ચેમ્પિયનશિપ ખેલાડીઓને રમતગમત તરફ આગળ લઈ જવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. શારીરિક તંદુરસ્તી માટે રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મૈરિંગો CIMS હોસ્પિટલ અમદાવાદે SSI મંત્ર રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રકારની પ્રથમ પ્રકારની રોબોટ-આસિસ્ટેડ સ્તન કેન્સર સર્જરી કરીને શહેરમાં ક્લિનિકલ શ્રેષ્ઠતામાં અદ્યતન બેન્ચમાર્ક રજૂ કર્યું છે.
રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકા થી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો.
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં આસપાસના આઠ ગામોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આના પરિણામે ખેતીની જમીન તળાવોમાં ફેરવાઈ ગઈ છે અને રસ્તાઓ ડૂબી ગયા છે,