ગુજરાત વિધાનસભા ખાતે "લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ"નો શુભારંભ
ગુજરાત વિધાનસભા ખાતે ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા I.CP.S અને G.N.L.U ના સંયુક્ત ઉપક્રમે "લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ"નો શુભારંભ થયો હતો.
આજ રોજ ગુજરાત વિધાનસભા ખાતે ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા I.CP.S અને G.N.L.U ના સંયુક્ત ઉપક્રમે "લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ"નો શુભારંભ થયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મુલ્કી સેવા વર્ગ-૧ ના વિવિધ અધિકારીઓ સહભાગી બની તાલીમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાતો દ્વારા વિવિધ ક્ષતિરહિત કાયદાઓની રચના કરવા માટેના મૂળભૂત સિદ્ધાંતો તથા ભારતીય બંધારણમાં કરવામાં આવેલ કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં મેં ઘણી બધી ઘટનાઓમાં કાયદાની અગત્યતા સમજી છે. કાયદાના ડ્રાફટીંગમાં ઉભી થયેલી ગૂંચવણ તેના અમલીકરણમાં મુશ્કેલી ઉભી કરે છે. જેથી ડ્રાફટીંગમાં તેની સ્પષ્ટતા જરૂરી છે. કાયદો બનાવવા ઉપયોગમાં લેવાતા શબ્દો સરળ હોવા જોઈએ. જેથી કાયદો સામાન્ય માણસ પણ સરળતાથી સમજી તેનું પાલન કરી શકે. અંગ્રેજોના સમયમાં કાયદાનું ઘડતર પ્રજાને નિયંત્રિત રાખવાના ઉદેશ્ય સાથે કરવામાં આવતું હતું. આજે લોકશાહી તંત્રમાં કાયદો લોકોની સુખાકારી તેમજ તેમને રક્ષણ આપવાના ઉદેશ્યથી ઘડવામાં આવે છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે કોઈપણ કાયદો બનાવતા પહેલા પ્રજાના પ્રતિનિધિઓને પણ તેના ડેટા આધારિત જાણકારી આપવી જોઈએ. જેથી ગૃહમાં ધારાસભ્યો તેના ડેટા આધારિત ચર્ચા કરી શકે. કોઈપણ કાયદો અમલમાં આવે તે પહેલા તેનું અર્થઘટન પ્રજા માટે કેવું હશે તેને પણ ચકાસવું જોઈએ. આજે ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત આ તાલીમ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટે જનરલથી લઈ નિવૃત ન્યાયાધીશ આ તાલીમમાં અધિકારીઓને ડ્રાફટીંગ બાબતે માર્ગદર્શન કરશે. જે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. તેમનું માર્ગદર્શન આગામી સમયમાં કાયદો ડ્રાફટીંગ કરતાં અધિકારીઓ માટે ખુબ ઉપયોગી થશે.
આ કાર્યક્રમમાં રાજ્યના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગની આજના સમયમાં તાતી જરૂરિયાત છે, તેમણે કોઈ પણ કાયદાકીય ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા તેની સમાજ પર કેવી અસર થશે તે અંગે કેટલાક ઉદાહરણ દ્વારા તાલીમાર્થીઓને ડ્રાફ્ટના લખાણ અંગે ખ્યાલ આપ્યો હતો. કાયદાનું ડ્રાફ્ટ કરનાર એક્સપર્ટ ઇનોવેટિવ, ડાયનેમિક્સ, રિયલિસ્ટિક અને રીસર્ચફૂલ હોવા જોઈએ. સાથોસાથ પહેલાના સમયમાં કાયદાનું ઘડતર કયા હેતુથી થતું હતું અને હાલના સમયમાં નવા કાયદાઓમાં કેવા સુધારા કરવામાં આવ્યા છે, તે અંગે તાલીમાર્થી અધિકારીઓને કેટલાક વિશેષ ઉદાહરણ આપી ખ્યાલ આપ્યો હતો. આજના આધુનિક યુગમાં કાયદાની પરિભાષા બદલાઈ રહી છે, જેથી સમયાંતરે એમાં સુધારા કરવો એ આજના સમયની માંગ છે. જેથી આ કાર્યક્રમ અધિકારીઓને ખૂબ ઉપયોગી સાબિત થશે એમ શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી રવિ ત્રિપાઠી, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા, ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યા તથા વિધાનસભાની કામગીરી સાથે જોડાયેલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત મુલ્કી સેવાના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,