લીંબડિયા આંગણવાડી કેન્દ્રનું શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર તાલુકાની લીંબડિયા આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરાયું છે. કોનકોર્ડ બાયોટેક સંસ્થા દ્વારા અંદાજિત ૧૨ લાખના ખર્ચે નવીનીકરણ પામેલી આંગણવાડી કેન્દ્રનું મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના ભુલકાઓને પાયાનું શિક્ષણ મળી રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્યના ૩ થી ૬ વર્ષના બાળકો માટે રાજ્યભરમાં ૫૩,૦૨૯ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના નેતૃત્વ હેઠળ બાળકોને શિક્ષણની સાથે તેમનું આરોગ્ય પણ સ્વસ્થય રહે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર તાલુકાની લીંબડિયા આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરાયું છે.
કોનકોર્ડ બાયોટેક સંસ્થા દ્વારા અંદાજિત ૧૨ લાખના ખર્ચે નવીનીકરણ પામેલી આંગણવાડી કેન્દ્રનું મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ″સહી પોષણ દેશ રોશન”નાં આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતને કુપોષણમુક્ત બનાવવાની નેમ સાથે રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રોમાં નાના ભુલકાઓને ભણતરની સાથે સાથે યોગ્ય પોષણયુક્ત આહાર પણ પૂરો પાડે છે.
આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને રમતની સાથે સાથે જ્ઞાન પણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂ.૨૬૮ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજના મોબાઈલ અને ટી.વીના યુગમાં આપણી આવનારી પેઢી એટલે કે બાળકો વાંચન અને પુસ્તકનું મહત્વ સમજવાની સાથે સાથે બાળવાર્તાઓ થકી સ્વચ્છતા,પર્યાવરણ જતન જેવા વિવિધ બોધપાઠ મેળવે તેવા ઉમદા હેતુસર શ્રી પ્રહલાદ સુથાર દ્વારા “દાદા દાદી આવ્યાં, વાતો મજાની લાવ્યાં” પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક આંગણવાડી બહેનોને આપી આ વાર્તાઓ દરેક બહેને આંગણવાડી તથા બાલવાટિકાઓમાં વાંચીને બાળકોને બોધપાઠ સમજાવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રહલાદ સુથાર દ્વારા લિખીત પુસ્તક “દાદા દાદી આવ્યાં, વાતો મજાની લાવ્યાં”નું લોકાર્પણ તથા
બાળકોનું અન્નપ્રાશન અને સ્વર્ણપ્રાશન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ સ્વચ્થ ભારત મિશન હેઠળ
લીંબડિયા ગામને આપવામાં આવેલ સ્વચ્છતા વાહનનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ૩ થી ૬ વર્ષના બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમજ કિશોરીઓ દ્વારા બનાવેલી મિલેટની વાનગીઓના સ્ટોલની મુલાકાત લઈ જાતે તે વાનગીઓની ચકાસણી પણ કરી હતી. આ કાર્યક્રમમાં લીંબડિયા ગામના સરપંચ શ્રીમતી સેજલબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં કોનકોર્ડ બાયોટેક કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર શ્રી મેધાબેન વૈદ્ય, ICDSના મદદનીશ નિયામકશ્રી હસીના મન્સુરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી પારૂલબેન નાયક, વિભાગના અધિકારીશ્રીઓ તથા આંગણવાડીની બહેનો હાજર
રહ્યાં હતાં.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ અંગે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે, જેમાં છેતરપિંડીના બિલિંગ સાથે સંકળાયેલા સંભવિત કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,