રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન NeVAનું ઉદઘાટન
કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વની ભૂમિકા ભજવે છે અને ગુજરાત સરકારે આ બાબત પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે એની ખુશી છે: રાષ્ટ્રપતિ મુર્મુ
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે આજે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનીઉપસ્થિતમાં ગુજરાત વિધાનસભા ખાતે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન-NeVAનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેણે સમયાંતરે ઘણા પ્રશંસનીય પગલાં લીધાં છે. તેમણે વધુમાં કહ્યું કે આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. તેમણે શેર કર્યું હતું કે રાષ્ટ્રીય ઇ- વિધાન એપ્લિકેશન (NeVA) દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “એક રાષ્ટ્ર એક એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.
રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત અનેક માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તેમણે શેર કર્યું કે તે એક અગ્રણી ઉત્પાદન કેન્દ્ર અને સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે. તેમમે ઉમેર્યું હતું કે તે સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમના સંદર્ભમાં અને રૂફ ટોપ સોલર પાવર જનરેશન અને વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ફ્રન્ટલાઈન રાજ્યોમાંનું એક છે.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે માનવ સંસાધનોના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે તે જાણીને તેમને આનંદ થયો. તેમણે નોંધ્યું હતું કે સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, નોંધણી ગુણોત્તર અને જાળવણી દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં ત્રિ-સ્તરીય આરોગ્ય પ્રણાલી દ્વારા પૂરી પાડવામાં આવતી સારી તબીબી સેવાઓની પ્રશંસા કરી હતી જેણે માતા મૃત્યુનું પ્રમાણ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કર્યો હતો. તેમણે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વીજળી સુધારણા અને જળ સંચય અને પાણી પુરવઠામાં કરેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી. તેઓ રાજ્ય સરકારની પશુ કલ્યાણ માટેની પહેલની નોંધ લઈને ખુશ હતાં.
ગૃહમાં મહિલા પ્રતિનિધિત્વ વિશે રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે, પછી તે વિજ્ઞાન અને તકનીક હોય, સંરક્ષણ હોય કે રમતગમત, રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. તેમણે કહ્યું કે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓની તેમની મુલાકાત દરમિયાન, તેમણે જીવનમાં આગળ વધવાની અને દેશ અને સમાજ માટે કંઈક કરવાની છોકરીઓની આકાંક્ષા જોઈ. તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓને યોગ્ય તકો આપવામાં આવે છે, તેઓ પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે અડધી વસ્તીની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રાબડીયા અને ભાજપના આગેવાન ભૂપત ભાયાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જૂનાગઢમાં ઇકો ઝોન મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે.
એક મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ઓછી તીવ્રતાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.