માનનીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા વડોદરા – દાહોદ મેમૂનો શુભારંભ
માનનીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા માનનીયા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન નીરજભાઈ સોની અને માનનીય વિધાનસભ્ય શ્રી કેયુરભાઈ નારાયણદાસ રોકડિયા સહિત અન્ય જાણીતા મહેમાનોની ગરિમામય ઉપસ્થિતિમાં વડોદરા સ્ટેશનથી નવી વડોદરા – દાહોદ મેમૂ ટ્રેનને પ્રસ્થાન સંકેત દેખાડી શુભારંભ કરવામાં આવ્યું.
માનનીયા રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા માનનીયા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન નીરજભાઈ સોની અને માનનીય વિધાનસભ્ય શ્રી કેયુરભાઈ નારાયણદાસ રોકડિયા સહિત અન્ય જાણીતા મહેમાનોની ગરિમામય ઉપસ્થિતિમાં વડોદરા સ્ટેશનથી નવી વડોદરા – દાહોદ મેમૂ ટ્રેનને પ્રસ્થાન સંકેત દેખાડી શુભારંભ કરવામાં આવ્યું.
આ અવસર ઉપર ઉપસ્થિત જન મેદનીને સંબોંધિત કરતાં માનનીયા મંત્રી શ્રીમતી દર્શના જરદોશ એ કહ્યું કે વર્ષો જૂની આ ટ્રેનની માંગણી આજે પૂરી થઈ રહી છે. આમાં માનનીયા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ અને માનનીય સંસદ સભ્ય શ્રી જશવંત સિંહ ભાભોરના સતત પ્રયત્નોથી ક્ષેત્રના રહેવાસીઓને આ ભેટ મળી છે. આનાથી સવારે વડોદરાથી દાહોદ તરફ જવા અને સાંજે પરત આવવા માટે આસપાસના રહેવાસીઓને આ સુવિધાનો પૂરો લાભ મળશે. વડોદરા અને દાહોદ વચ્ચે ચાલનારી આ ત્રીજી મેમૂ સેવા છે. તેમણે કહ્યું કે ભારત સરકાર રેલવેના આધુનિકીકરણમાં યુદ્ધના સ્તરે પ્રયત્ન કરી રહી છે અને હવે આ પ્રયત્ન પ્રત્યક્ષરૂપે દેખાઈ પણ રહ્યા છે.
વડોદરા મંડળના ડીઆરએમ શ્રી જીતેન્દ્ર સિંહના મુજબ આ થ્રી ફેસ મેમૂ છે જે ટ્રેક ઉપર દોડતી વખતે પાવર રિજનરેટ કરે છે. આનાથી અમને 30 વિજળીની બચત થશે અને રેલવેને આર્થિક લાભ પણ થશે. આ ટ્રેનમાં સીસીટીવી કેમેરા, યાત્રી સૂચનાની ડિજિટલ સિસ્ટમ, ઉદઘોષણા સિસ્ટમ, બાયો ટોયલેટ, એઇડી લાઈટ્સ જેવી આધુનિકતમ સુવિધાઓ છે. તેમના મુજબ આ મેમૂમાં આધુનિકતમ એર સ્પ્રિંગ ટેકનીકના કોચ છે જે યાત્રા દરમિયાન બહેતર રાઈડીંગ કમ્ફર્ટ આપે છે જેનાથી યાત્રા આરામદાયક થાય છે. આ મેમૂમાં 2800 થી વધુ યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આ કાર્યક્રમના આરંભમાં ડીઆરએમ શ્રી જીતેન્દ્ર સિંહ એ તમામ જાણીતા મહેમાનોનું પુષ્પ આપીને સ્વાગત કર્યું અને સ્વાગત ભાષણ આપ્યું.કાર્યક્રમનું સંચાલન શ્રી સતીશ શર્મા અને શ્રીમતી પ્રિંકલ બેગડાએ કર્યું.
કુખ્યાત પોન્ઝી સ્કીમ ઓપરેટર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને ખોટા વચનો આપીને રોકાણની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામની સીમમાં નર્મદા કેનાલના ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના પરિણામે ખેડૂતોને ભારે નુકશાન થયું છે.
સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બગીચામાં એક અજાણ્યો યુવાન ઝૂલાની સાંકળથી લટકતો મળી આવ્યો હતો