સુરેન્દ્રનગરમાં ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સવા ૬ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાને એક જ દિવસમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે.મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય- પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધા, સંચાર અને સાહિત્ય-વિરાસતની વિકાસ સરવાણી વહાવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાને એક જ દિવસમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે.મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય- પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધા, સંચાર અને સાહિત્ય-વિરાસતની વિકાસ સરવાણી વહાવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સુરેન્દ્રનગર-ઝાલાવાડની એક દિવસીય મુલાકાત જિલ્લા માટે વિકાસ ઉત્સવ બની હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૯૧ આકાશવાણી રેડિયો એફ.એમ સ્ટેશનનો પ્રારંભ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો તે અન્વયે સુરેન્દ્રનગરને પણ આવા FM સ્ટેશનની ભેટ મળી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે સુરેન્દ્રનગરમાં આયોજિત સમારોહમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત જિલ્લાની મુલાકાત દરમિયાન સવારે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. ચોટીલા ખાતે રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરાશે. તેમણે સંગ્રહાલયની મુલાકાત લઈ શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રદર્શિત કરાયેલા શ્રી મેઘાણીના સાહિત્યસર્જનને રસપૂર્વક નિહાળ્યું હતું.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત તેમના જન્મ સ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવા સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે અને સંગ્રહાલય માટે રૂ.૨૯.૫૧ કરોડનું બજેટ મંજુર કરાયું છે. આ સંગ્રહાલયમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં યોગદાનને પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત, ચોટીલાના તાલુકા પુસ્તકાલયને, ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું છે. હાલનું ભવન નાનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બે માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ થશે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્યસર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો વાચકો સંશોધકો પણ ઉપયોગ કરી શકશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને વધુ વિકાસ ભેટ આપતા સુરેન્દ્રનગર શહેરમાં રૂ. ૬.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનના પરિસરની મુલાકાત લઈને મુસાફરો માટે ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સુરેન્દ્રનગર શહેરમાં ૨૦,૦૮૩ ચો.મી. વિસ્તારમાં આકાર પામેલા આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા આ બસ સ્ટેશનમાં કુલ ૧૪ પ્લેટફોર્મ અને મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ઇન્કવાયરી રૂમ, વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર ડેપોની ૧૪૦ અને અન્ય ડેપોની ૧૪૦ બસો મળીને કુલ ૨૮૦ બસોમાં દૈનિક ધોરણે અવર-જવર કરતા ૫૦૦૦ જેટલા મુસાફરો માટે પરિવહન હવે વધુ સુવિધાજનક બનશે.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વશ્રી કિરીટસિંહ રાણા, શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પી.કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, બંદરો અને વાહન વ્યવહાર નિગમના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે.દાસ, વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રી એમ. એ. ગાંધી, વાહન વ્યવહાર નિગમના સચિવશ્રી રવિ નિર્મલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ. રાયજાદા, આકાશવાણી રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી રમેશ આહિરવાર, દૂરદર્શનનાં એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી આભાબેન શર્મા, જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ મકવાણા, પોલિસ અધિક્ષક શ્રી હરેશ દૂધાત, સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.